News of Tuesday, 11th March 2025
સાણંદમાં રસ્તા પર નમાઝ અદા કરવાને લઈ વિવાદ સર્જાયો: સ્થાનિકો દ્વારા પોલીસ અને કલેક્ટરને ફરિયાદ
સાણંદ GIDC વિસ્તારના પરપ્રાંતીય મુસ્લિમો પણ નમાઝ અદા કરવા અહીં આવતા હોવાથી નમાઝીઓની ભીડ વધી અને સમસ્યા સર્જાઈ

સાણંદમાં રસ્તા પર નમાઝ અદા કરવાને લઈ વિવાદ વકર્યો છે. સાણંદના ટપાલ ચોકમાં આવેલ જુમ્મા મસ્જિદના સામેના રોડ પર જાહેરમાં નમાઝ અદા કરાઈ હતી. જાહેર રસ્તા પર વાહનવ્યવહાર અટકાવીને નમાઝ અદા કરાતા સ્થાનિકોએ કલેક્ટર અને પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરી છે.
સ્થાનિકોનું કહેવું છે કે, ટપાલ ચોકમાં આવેલ જુમ્મા મસ્જિદ ત્રણ માળની છે. રસ્તા પર નમાઝ અદા કરવાને કારણે રસ્તો બ્લોક થઈ જાય છે. લોકોને આવવા અને જવામાં ભારે તકલીફ પડે છે. સાણંદ GIDC વિસ્તારના પરપ્રાંતીય મુસ્લિમો પણ નમાઝ અદા કરવા અહીં આવતા હોવાથી નમાઝીઓની ભીડ વધી છે તેના કારણે સમસ્યા સર્જાઈ છે.
પરપ્રાંતીય મુસ્લિમો નમાઝ અદા કરવા સાણંદના ટપાલ ચોકમાં આવેલ જુમ્મા મસ્જિદ ખાતે ના આવે તો, સ્થાનિક મુસ્લિમો અત્યાર સુધી મસ્જિદની અંદર જ નમાઝ પઢી લેતા હતા.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
