સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાયો 1:25 PM
રાજકોટ ફરી ભાજપનો ગઢ સાબિત 3:37 PM
તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
શુક્લતિર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સહિત કુલ ત્રણ વ્યક્તિઓને રૂ.8000 ની લાંચમાં પકડતી ACB ભરૂચ

(ભરત શાહ દ્વારા ) નર્મદા :શુકલતીર્થ ગ્રામપંચાયત માં વારસાઈ કરવાવ ગયેલા એક વ્યક્તિ પાસે તલાટી કમ મંત્રીએ લાંચની માંગણી કરતા એસીબી એ ત્રણ વ્યક્તિઓને ઝડપી ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ આ કેસના ફરીયાદી વારસાઈની કામગીરી અર્થે શુક્લતિર્થ ગ્રામ પંચાયત.માં ઉમેશકુમાર નટવરભાઈ પટેલ, તલાટી કમ મંત્રી, શુક્લતિર્થ ગ્રામ પંચાયતને મળેલ અને વારસાઈ બાબતેના જરૂરી કાગળો રજુ કરેલ, તેમ છતાં દોઢેક વર્ષથી ધક્કા ખવડાવતા હતા, જેના કામે ફરીયાદી તલાટી કમ મંત્રી ઉમેશભાઇને મળેલ અને વારસાઇનુ કામ કરી આપવા જણાવેલ જેથી તેણે વારસાઈના કામના રૂ.૮,૦૦૦ થશે, તમે કેનિલભાઈ (વી.સી.ઈ)ને મળી લેજો તેમ જણાવતા ફરી.વી.સી.ઈ રવિરાજસિંહ ઉર્ફે કેનીલ રાજેંદ્રસિંહ પરમારને મળી વારસાઈને કામ લગત વાતચીત કરેલ, પરંતુ તલાટી દ્વારા માંગેલ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતાં તલાટીની લાંચની માંગણી આધારે તેના વતી રવિરાજસિંહ ઉર્ફે કેનીલ એ ફરીયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ ચિરાગભાઈ મયુકાંતભાઈ ત્રીવેદી (ખાનગીવ્યક્તિ) ને આપવા જણાવતા તેણે લાંચ સ્વીકારી, ત્રણેય એ એકબીજાની મદદગારી કરી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કરતા ભરૂચ એસીબી ટીમે ત્રણેય વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
