હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

અમદાવાદના સાબરમતી નદી કિનારે ભારતના સૌથી લાંબા રિવરફ્રન્ટનો વિકાસ ફેઝ-3થી ફેઝ-7ની કામગીરી આગામી 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ અંગે ગુજરાત વિધાનસભામાં ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રિવરફ્રન્ટના વિકાસ માટે વર્ષ 2025-26 માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2ની કામગીરી જૂન, 2025માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ સાથે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી જલ્દી પૂરી થશે. જ્યારે આ વર્ષે શહેરી વિકાસ માટે 40 ટકા બજેટમાં વધારો કરાયો છે.
ગુજરાત વિધાનસભાએ સોમવારે શહેરી વિકાસ વિભાગની વર્ષ 2025-26 માટેની રૂ.25,399 કરોડની બજેટની માગણીઓ પસાર કરી હતી. ચર્ચાનો જવાબ આપતા કેબિનેટ મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે શહેરી વિકાસ બજેટમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ ₹30,325 કરોડ પર પહોંચ્યું છે.
રાજ્યમાં શહેર વિકાસ માટે વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ અંગે વિધાનસભામાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ની 78.33 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે આગામી ત્રણ મહિનાની અંદરમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાની ગણતરી છે. જ્યારે રિવરફ્ન્ટના વિકાસના કામ માટે વર્ષ 2025-26માં રૂ.100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ફેઝ-3થી લઈને ફેઝ-7 સુધીનો આગામી ત્રણ વર્ષમાં રિવરફ્રન્ટનો વિકાસ કરાશે. તેમજ ગુજરાત વિધાનસભામાંથી વર્ષ 2025-26માં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની 25,399 કરોડની માંગણીઓને પસાઈ થઈ હતી.
આ ઉપરાંત મેટ્રો પ્રોજેક્ટ્સ અંગે અપડેટ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નો 78.33 ટકા હિસ્સો પૂર્ણ થઈ ગયો છે, આ પ્રોજેક્ટ જૂન 2025 સુધીમાં પૂર્ણ થવાનો છે. આ દરમિયાન સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો 57.20 ટકા હિસ્સો પૂરો થઈ ગયો છે અને ઓક્ટોબર 2025 સુધીમાં તે પૂર્ણ થવાની સંભાવના છે. આ ઉપરાંત, આગામી ત્રણ વર્ષમાં ભારતના સૌથી લાંબા રિવરફ્રન્ટના સાબરમતી નદી (ત્રીજાથી સાતમા તબક્કા સુધી, ઈન્દિરા બ્રિજથી ગાંધીનગર)ના વિસ્તરણ માટે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM