News of Wednesday, 12th March 2025
GSRTC હવે ધાર્મિક સ્થળો માટે ટૂરિસ્ટ સર્કિટ કરશે શરુ:આગામી દિવસોમાં રુટ અને પેકેજ જાહેર કરાશે
આ ટૂર પેકેજ 2,000 રૂપિયાથી લઈ 5,000 રૂપિયા સુધીના હોય શકે

ગુજરાત એસટી નિગમ દ્વારા હવે રાજ્યના તીર્થસ્થળો માટે બસ સર્વિસ શરૂ કરે તેવી માગણી શરૂ કરવામાં આવી હતી. લોકોની માંગણીને ધ્યાને રાખીને ગુજરાત એસટી નિગમ પણ હવે હકારાત્મક વલણ દાખવતા ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ રૂટ પર ટૂર સર્કિટ બનાવી રહી છે.
લોક માંગણીને પગલે નિગમ દ્વારા રાજ્યના અલગ અલગ ઝોનમાં ટૂર સર્કિટ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક રાત તેમજ બે દિવસના ટૂર પેકેજ માટે આગામી દિવસોમાં રૂટ નક્કી થયા બાદ ભાડું નક્કી કરાશે. જેમાં તમામ રૂટ પર કુલ કિલોમીટર દીઠ ભાડું, હોટલ કે ધર્મશાળા ચાર્જ સહિત અન્ય ચાર્જ નક્કી કરી ટૂર પેકેજની કિંમત નક્કી કરવામાં આવશે.
મહત્વની બાબત એ છે કે, આ ટૂર પેકેજ 2,000 રૂપિયાથી લઈ 5,000 રૂપિયા સુધીના હોય શકે છે. તેની સાથે જ આ ટૂર દર સપ્તાહના અંતે એટલે કે શનિવાર રવિવારના રોજ સંચાલિત કરાય તેવી શક્યતા છે. જેથી વિકેન્ડના દિવસે લોકો પરિવાર સાથે આ રૂટ પર યાત્રાનો લાભ લઈ શકે.
શરૂ થનાર સંભવિત ટૂરિસ્ટ સર્કિટ
સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા, ગીર, હરસિદ્ધિ માતા મંદિર.દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ઉનાઈ, તીથલ, સેલવાસ.કચ્છમાં માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર.ઉત્તર ગુજરાતમાં મહુડી, વડનગર, ઊંઝા, અંબાજી, બહુચરાજી
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
