<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

સુરતમાં વિદેશી દારૂનું pcb દ્વાર ગોડાઉન ઝડપી લેતા ખળભળાટ

નશામાં ધૂત લોકો હિટ એન્‍ડ રન જેવા બનાવો નોતરી, લોકોના જીવન પર ખતરો નોતરે તેવી ભિતી આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારાઃ પીઆઇ આર. એસ. સુવેરાને વિશેષ જવાબદારી સુપ્રત કરવાનો નિર્ણય સાર્થક પુરવાર થયો :છોટા હાથી ઝડપાયાંનાં પગલે pcb ટીમની આકરી પૂછપરછમાં સચિન ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં ભારતીય બનાવટનો લાખો રૂપિયાનાં વિદેશી દારૂનો મોટા બિઝનેસનો ઘટસ્‍ફોટ થયેલ

રાજકોટ, તા.૧રઃ હોળી ધુળેટી તહેવારો અંતર્ગત કાયદો વ્‍યવસ્‍થાની સુદ્રઢ પરિસ્‍થિતી જાળવવા સાથે આ તહેવારો દરમિયાન દારૂના નશામાં ડૂબેલા કેટલાક શખ્‍સો વાહન ચલાવી હિટ એન્‍ડ રન જેવા બનાવો ન નોતરે તેવા ઉદ્દેશ સાથે ધૂળેટીમાં બહાર નીકળી મહિલાઓ અને યુવતીઓ સાથે અણછાજતું વર્તન ન કરે તેવા ઉદ્દેશથી સ્‍થાનિક પોલીસ સાથે પોતાની વિશ્વાસુ pcb બ્રાન્‍ચને મેદાને ઉતારવાનો પોલીસ કમિશનર અનૂપમસિંહ ગેહલોતનો નિર્ણય ફરી સાર્થક થયો છે

પોલીસ કમિશનરનાં માર્ગદર્શનમાં જેમની pcb બ્રાન્‍ચે ૧ હજાર જેટલા અસામાજિક તત્‍વોને પાસાનાં પિંજરે પૂરી દીધા છે તેવા pcb  પીઆઇ આર. એસ. સુવેરા દ્વારા સુરતના સચિનના હોજીવાલા વિસ્‍તારમાંથી લાખો રૂપિયાના કિંમતના વિદેશી દારૂનું ગોડાઉન પકડી પાડતાં ખળભળાટ મચી ગયો છે.

એક છોટા હાથી ટેમ્‍પોમાં વિદેશી દારૂનો જથ્‍થો જતો હોય એવી બાતમી મળી હતી જેના આધારે પીસીબીપીઆઇ રાજેશ સુવેરા પોતાની ટીમને ઉપરોક્‍ત બાતમીના આધાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્‍યો હતો ટેમ્‍પોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો મળી આવતા તેની પૂછપરછ કરતા ટેમ્‍પર ડ્રાઇવર આ જથ્‍થો સચિન ના હોજી વાલા ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાંથી એક ગોડાઉન માંથી લાવ્‍યો હોવાનો જણાવ્‍યું હતું. જેના આધારે ઉપરોક્‍ત ગોડાઉન પર પોલીસે છાપાની કાર્યવાહી કરી હતી તેની અંદરથી અલગ અલગ બ્રાન્‍ડનું વિદેશી દારૂનું વિપુલ જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે ટેમ્‍પો માંથી પકડાયો અને ગોડાઉન માંથી મળી આવેલો મળી કુલ્લે ભારતીય બનાવટની વિદેશી દારૂનું ૪૭૦ નંગ પેટી જેની કિંમત ૩૨,૦૦,૦૦૦ અને ટેમ્‍પાની મળી કુલ્લે ૪૦ લાખનું મુદ્દામાલ સાથે ડ્રાઇવરને ધરપકડ હતી રાખનાર સુરતના અઝર નામના યુવકને વોન્‍ટેડ બતાવ્‍યો છે.

સમગ્ર વિદેશી દારૂનો જથ્‍થો દમણ થી સુરત લાવવામાં આવ્‍યો હોવાનું ચોકાવનારી માહિતી પૂછપરછ દરમિયાન બહાર આવવા પામી છે આ બનાવ સંદર્ભે પ્રિવેન્‍ટીવ ક્રાઈમ બ્રાન્‍ચ ની ટીમ ડ્રીમ સિટી પોલીસ મથકમાં વિદેશી દારૂનો કેસ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.(૬.૧૯)

(3:22 PM IST)