News of Wednesday, 12th March 2025
ગુજરાતમાં વધુ એક ક્લાસ વન અધિકારી નિવળત કરાયા : સરકારનું કડક પગલું
સરદાર સરોવર નર્મદા નિગમના મુખ્ય ઇજનેર બી.એમ. પટેલને તાત્કાલીક અસરથી રિટાયર્ડ કરાયા

ગાંધીનગર, તા. ૧ર : ભુપેન્દ્રભાઇની સરકાર ભ્રષ્ટાચાર આચરતા સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. ઓપરેશન ગંગાજળમાં વધુ એક ક્લાસ વન અધિકારીને તાત્કાલિક અસરથી નિવળત કરાયા છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મુખ્ય ઇજનેર (સિવિલ) તરીકે ફરજ બજાવતા હતા. જાહેર હિતમાં સરકારે સેવામાંથી અપરિપકવ નિવળત કર્યા છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મુખ્ય ઇજનેર બી.એ.પટેલને જાહેરહિતમાં તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી અપરિપકવ નિવળત કરવામાં આવ્યા છે. આ સાથે જ બી.એ.પટેલ વિરૂદ્ધ ભવિષ્યમાં જો કોઇ ખાતાકીય તપાસ/ફોજદારી કેસ ઉપસ્થિત થશે તો ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ના નિયમ-૨૩,૨૪ હેઠળ અપરિપકવ નિવળતિ બાદ પણ નિયમોનુસારની કાર્યવાહી થઇ શકશે.(૯.ર૩)
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
