<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

હાશ...ગરમીમાંથી રાહત મળશે, કાલથી તાપમાન ક્રમશઃ ઘટશે

કાલે હુતાશણીએ સાંજે ૬ થી ૯ સુધી પવન મુખ્‍યત્‍વે પヘમિના અને અમુક સેન્‍ટરોમાં પવન પશ્ચિમી ઉતર પશ્ચિમીદિશામાંથી ફુંકાશે :સોમવાર સુધીમાં હાલ જે તાપમાન પ્રવર્તી રહેલ છે તેમાં ૪ થી પ ડીગ્રીનો ઘટાડો થશેઃ ગુરૂ, શુક્ર તાપમાન એક-એક ડીગ્રી ઘટશેઃ તા.૧પ થી ૧૯ તાપમાનની રેન્‍જ ૩૬ થી ૩૯ ડીગ્રી વચ્‍ચે રહેશેઃ વેધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલ

રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહય તાપ સાથે ગરમીના પરસેવે રેબઝેબ બન્‍યા છે. ત્‍યારે હવે આગામી સપ્તાહમાં ગરમીમાં ક્રમશઃ ઘટાડો થતો જશે. ગરમી માંથી રાહત મળશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ  કે ગત તા.૮ માર્ચના તા.૧૦ થી ૧ર માં હીટવેવની આગાહી આપેલ તે અનુસંધાને સૌરાષ્‍ટ્ર કચ્‍છ ગુજરાતમાં સિવીયર હોટવેવનો માહોલ જોવા મળેલ. જેમકે સુરેન્‍દ્રનગર ૪ર.૮, ભુજ ૪ર.૪, રાજકોટ ૪ર.૩, ડીસા ૪૧.૬, પોરબંદર ૪૧ ડીગ્રી તાપમાન નોંધાયેલ. આ બધા સેન્‍ટરો નોર્મલથી ૮ ડીગ્રી ઉંચા હતા. અમરેલી ૪૧.૬, અમદાવાદ ૪૧.ર, નોર્મલથી ૭ ડીગ્રી ઉચા, આ બધા સેન્‍ટરોમાં સિવીયર હિટવેવ ગણાય.

આવતીકાલે હુતાશણી હોય હુતાશણી ના પવનો ૧૩ તારીખ સાંજ ના ૬ થી રાત્રી ના ૯ સુધી વધુ સેન્‍ટરો માં પશ્ચિમ તેમજ અમુક સેન્‍ટરો માં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ થી ફૂંકાશે.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવેલ કે પરંપરાગત પદ્ધતિ પ્રમાણે ચોમાસાની આગાહી માટે ‘હોલી'ના દિવસે સાંજના પવનની દિશાનું અવલોકન કરાય છે. પરંતુ, ‘હોલી'ચંદ્ર કેલેન્‍ડર પર આધારિત હોવાથી તેની તારીખ દર વર્ષે ૧૦ થી ૨૦ દિવસ વહેલી કે મોડી આવે છે. છેલ્લા ૧૨૫ વર્ષોના કેલેન્‍ડરનું અધ્‍યયન કરાયું છે, જેમાં જોવા મળ્‍યું કે સૌથી વહેલી હોલી ૨૬મી ફેબ્રુઆરી ૧૯૪૫  આવી હતી, જયારે સૌથી મોડી હોલી ૨૮મી માર્ચ ૨૦૨૧ એ આવી હતી.

જો પવનની દિશાને ચોમાસાની આગાહી માટે એક પ્રાયોગિક માપદંડ તરીકે ઉપયોગ કરવો હોય, તો પાછલી હોલીની તારીખોના લાંબા ગાળાના સરેરાશને દર્શાવતી એક નિશ્ચિત તારીખ નક્કી કરવી વધુ વિશ્વસનીય રહેશે. આ વિશ્‍લેષણ મુજબ, છેલ્લા ૧૨૫ વર્ષના ડેટાને આધારે ૧૩મી માર્ચ એ સરેરાશ તારીખ બની આવે છે.

તે અનુસંધાને, હું સૂચવું છું કે પરંપરાગત પદ્ધતિમાં ચોમાસાની આગાહી માટે પવનની દિશાનું અવલોકન હોલીના દિવસે કરવાને બદલે, ૧૩મી માર્ચના દિવસે કરવું જોઈએ. રસપ્રદ રીતે, આ વર્ષે હોલી પણ સંજોગવશાત ૧૩મી માર્ચે જ આવી છે, જે છેલ્લા ૧૨૫ વર્ષોની સરેરાશ તારીખ સાથે મેળ ખાય છે. આજ સુધી હોલી ૧૩મી માર્ચે આવી હતી તેવા સમાન ઘટનાઓ ૧૯૦૩, ૧૯૨૨, ૧૯૬૦, ૧૯૭૯ અને ૧૯૯૮માં નોંધાયેલી છે.

અશોકભાઇ પટેલે તા. ૧ર થી ૧૯ માર્ચ સુધીની આગાહી કરતા જણાવેલ કે આગાહી સમયમાં પવન મુખ્‍યત્‍વે પヘમિ ઉત્તર  પヘમિના ફૂંકાશે તા. ૧૩ થી ૧૬ સુધી પવનની ઝડપ ૧પ થી રપ કિ.મી. અને ઝાટકાના પવન ૩૦ કિ.મી. ની ઝડપે ફૂંકાશે તા. ૧૭ થી ૧૯ દરમ્‍યાન પવનની ઝડપ ૧૦ થી ૧પ કિ.મી. અને ઝાટકાના પવન ર૦ કિ.મી.ની ઝડપે ફૂંકાશે. તા. ૧૭ થી ૧૯ માં આકાશમાં છુટાછવાયા વાદળો જોવા મળશે. તા. ૧૪ થી ૧૬ કચ્‍છ અને પヘમિ સૌરાષ્‍ટ્રના સિમિત વિસ્‍તારોમાં ઝાકળની શકયતા છે.

તાપમાનની વાત કરીએ તો હાલ નોર્મલ મહતમ તાપમાન ૩પ થી ૩૬ ડીગ્રી ગણાય. ૧રમીના આજે હીટવેવ યથાવત રહેશે. તા. ૧૩, ૧૪ માર્ચના મહતમ તાપમાન દરરોજ એક ડીગ્રી ઘટશે જેની રેન્‍જ ૩૭ થી ૪૧ ડીગ્રી વચ્‍ચે રહેશે તા. ૧પ થી ૧૯ માર્ચ તાપમાન હજુ વધુ ઘટશે. જેની રેન્‍જ હશે ૩૬ થી ૩૯ ડીગ્રી  ઓવરઓલ આગાહી સમયમાં હાલ જે તાપમાન પ્રર્વતે છે તેમાં ૪ થી   પ ડીગ્રી ઘટાડો થશે. (૩પ.૧૬)

(4:09 PM IST)