News of Wednesday, 12th March 2025
ઘોઘંબામાં આવેલા ધનેશ્વર ગામે જૈન મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરનારા ત્રણ આરોપી પકડાયા
પંચમહાલના ઘોઘંબાના ધનેશ્વર ગામની હાઈસ્કૂલ પરિસરમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરાઈ:રવિવારે બંધ જીનાલયના દરવાજા તોડી પ્રતિમાઓ ખંડિત કરાઈ

પંચમહાલના ઘોઘંબામાં આવેલા ધનેશ્વર ગામે આ ઘટના બની હતી. અહીં, શ્રી વિજય ઇન્દ્રજગત વિદ્યાલયના મેદાનમાં આવેલા જૈન મંદિરમાં તોડફોડ કરાઇ હતી. જેના આરોપમાં પોલીસે ગામના જ 3 ટીખળખોર યુવકોની ધરપકડ કરી છે. નિલેશ પરમાર, હાર્દિક પરમાર અને દેવરાજ પરમાર નામના યુવકોની ધરપકડ કરાઇ છે. આ શખ્સોએ મસ્તીમાં આવીને મૂર્તિ તોડી હોવાનું સામે આવ્યું છે… આ શખ્સોનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી જણાઇ આવ્યો. હાલ, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
