<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

અમદાવાદમાં કાયદો વ્યવસ્થા કાબૂમાં :ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમિશનરનું મોટું નિવેદન

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કહ્યું -અમદાવાદમાં પ્રજાના સહયોગથી 14000 જેટલા ખાનગી CCTV લગાવાયા.મોનિટરીંગ કંટ્રોલ રૂમ ખાતે કરાશે .કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે, અમદાવાદ મહિલાઓ માટે ભારતનું સૌથી સેફ શહેર

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અમદાવાદમાં પ્રજાના સહયોગથી 14000 જેટલા ખાનગી CCTV લગાવવામાં આવ્યા છે, આગામી દિવસોમાં તેનું મોનિટરીંગ કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવશે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા જરૂરી કાર્યવાહી કરાઈ છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે, અમદાવાદ મહિલાઓ માટે ભારતનું સૌથી સેફ શહેર છે, ગુનેગારોને પોલીસનો ડર રહે તેવી સૂચના આપવામાં આવી છે.

 

શહેરની શાહીબાગ પોલીસ કમિશનર કચેરી ખાતે શહેર પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન પોલીસ કમિશનર જી.એસ મલિકની આગેવાનીમાં કરાયું હતું. જે ક્રાઈમ કોન્ફરન્સમાં શહેરના તમામ JCP, DCP, ACP, PI હાજર રહ્યા હતા. આ મીટીંગ દરમિયાન અમદાવાદ શહેરનાં ક્રાઈમ રેટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ગુનાખોરી અટકાવવા લેવાયેલા પગલાં બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ, ડ્રગ્સ અને દારૂ જુગાર અટકાવવાનાં વિષય પણ પર અધિકારીઓએ વિચારો આદાન પ્રદાન કર્યા હતા.  

 

આ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અમદાવાદમાં પ્રજાના સહયોગથી 14000 જેટલા ખાનગી CCTV લગાવવામાં આવ્યા છે, આગામી દિવસોમાં તેનું મોનિટરીંગ કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવશે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા જરૂરી કાર્યવાહી કરાઈ છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે, અમદાવાદ મહિલાઓ માટે ભારતનું સૌથી સેફ શહેર છે, ગુનેગારોને પોલીસનો ડર રહે તેવી સૂચના આપવામાં આવી છે. 

અમદાવાદમાં પોલીસકર્મીઓના હાર્ટ એટેકથી મોત મામલે પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે 40 થી ઉપરની ઉંમરના પોલીસ કર્મીને દર 2 વર્ષે મેડિકલ રિપોર્ટ કરાવવાના છે, પોલીસ પરેડ વખતે પોલીસ કર્મીઓને ચા નાસ્તો કરીને આવું જોઈએ, 50 ટકાથી વધુ પોલીસ કર્મી ભૂખ્યા પેટે પરેડમાં આવતા હોવાનું ધ્યાને આવ્યું છે. 

ટ્રાફિકની સમસ્યા અંગે પોલીસ કમિશનરે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં પહેલા કરતા અકસ્માતમાં મોતનો આંકડો ઘટ્યો છે, 2023-24 માં અકસ્માતમાં જેટલા મોત થયા એના કરતાં આ વર્ષે આંકડામાં ઘણો ઘટાડો છે, રોડ પરના અનેક કટ બંધ કરીને અકસ્માત ઘટાડવા પ્રયાસ કરાયો છે. હેલ્મેટ પહેરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. ક્રાઈમ ઘટાડવાની સાથે ટ્રાફિક સરળ કરવા પોલીસ સતત કામ કરી રહી છે.

(8:24 PM IST)