<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

સુરત પોલીસે ટેમ્પા અને ગોડાઉનમાંથી રૂ. 32.42 લાખના વિદેશી દારૂ સાથે 2 આરોપી ઝડપાયા : 3 ને વૉન્ટેડ જાહેર

અન્ય દારૂનો જથ્થો સચિન વાંઝ હોજીવાલા ઇન્ડસ્ટ્રી એસ્ટેટ ખાતે ગોડાઉનમાં સંતાડી રાખેલો હોવાનું જણાવ્યું

સુરત શહેર PCB પોલીસે ટેમ્પા અને ગોડાઉનમાંથી કુલ 32.42 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, ટેમ્પો સહીત કુલ 40.57 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે, તેમજ બે લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત શહેરમાં પીસીબી પોલીસની ટીમે ડ્રીમ સિટી ખજોદ ચાર રસ્તા રોડ ઉપરથી દારૂ ભરેલા ટેમ્પા સાથે રાજુ રામ રામલાલ બિસ્નોઈ (29) અને શ્રવણકુમાર બબુલાલજી બિસ્નોઈ (21) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટેમ્પામાંથી પૂંઠાની આડમાં સંતાડેલો 5.79 લાખ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

આરોપીની પૂછપરછમાં અન્ય દારૂનો જથ્થો સચિન વાંઝ હોજીવાલા ઇન્ડસ્ટ્રી એસ્ટેટ ખાતે ગોડાઉનમાં સંતાડી રાખેલો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે ત્યાં પણ રેડ કરી હતી અને ત્યાંથી 26.63 લાખ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

આમ પોલીસે ટેમ્પામાંથી અને ગોડાઉનમાંથી કુલ 32.42 લાખ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો, 8 લાખની કિંમતનો એક ટેમ્પો તથા અન્ય મુદામાલ મળીને કુલ 49.57 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર અઝરૂદીન નઝુદીન કાઝી, તેમજ દારૂનો જથ્થો મોકલનાર સલીમ મંડલ અને મનોજ ઉર્ફે મનીયોને વોન્ટેડ જાહેર કરી આ મામલે ડ્રીમ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

(9:00 PM IST)