હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 12th March 2025
રાજયમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ ગોંડલ યાર્ડમાં 3000 રૂપિયા સુધી બોલાયો:જાણો 12 યાર્ડના ભાવ:જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 12 માર્કેટ યાર્ડમાં કુલ 163.08 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 12 માર્કેટ યાર્ડમાં કુલ 163.08 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 3 હજાર રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 2400 રૂ. અને નીચો ભાવ 1 હજાર રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં 2800 રૂ., મોરબીમાં 2400 રૂ., પાલીતાણામાં 2300 રૂ., અમદાવાદમાં 2200 રૂ., સુરતમાં 2000 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 163.08 ટન લીંબુની આવક થઇ છે.


(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
