<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

અમદાવાદના નવા નરોડામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ડોક્ટરે આપઘાતનો પ્રયાસ કર્યો

નીલ વિહોલ નામના ડોક્ટરે ઉંદર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો:ડોકટરની તાત્કાલિક સારવાર બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પાર્થ પટેલ સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદના નવા નરોડામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ડોક્ટરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. જમીનમાં રોકાણ માટે મિત્ર પાસેથી રૂપિયા 10 લાખ ઉછીના લીધા હતા. 10 લાખમાંથી 2.78 લાખ ફરિયાદીએ મિત્રને પરત કર્યા હતા. બાકીના નીકળતા 7.22 લાખ માટે અવારનવાર મિત્ર હેરાન પરેશાન કરતો હતો. 

 આ બધી બાબતોથી કંટાળીને નીલ વિહોલ નામના ડોક્ટરે ઉંદર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ડોકટરની તાત્કાલિક સારવાર બાદ, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પાર્થ પટેલ સામે  ફરિયાદ નોંધાઈ છે.

 

(9:43 PM IST)