<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઊંઝામાં 5070 રૂપિયા બોલાયો: જાણો 24 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,933.41 ટન જીરાની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,933.41 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5070 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3400 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત વાવમાં 4386 રૂ., સાવરકુંડલમાં 4260 રૂ., ડીસામાં 4200 રૂ., થરામાં 4100 રૂ., ગોંડલમા 4031 રૂ., ધ્રાંગધ્રામાં 4018 રૂ., રાજકોટમાં 4 હજાર રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,933.41 ટન આવક થઇ છે.

(9:53 PM IST)