News of Wednesday, 12th March 2025
ઉકાઇ થર્મલ પાવર હાઉસમાં ખામી આવતા રાજપીપળા શહેરમાં લાઈટો બંધ: આકરી ગરમીમાં લોકો શેકાયા
રાજપીપળા, વડોદરા, સુરત સહિત ના અનેક શહેરોમાં વીજળી ગુલ થવાની ઘટના : ભરબપોરે અચાનક લાઈટો જતા 38 ડિગ્રી ગરમીમાં રાજપીપળા વાસીઓ પરસેવે રેબઝેબ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:હાલમાં પડી રહેલી આકરી ગરમી માં બપોર ના સમયે બાઇક ઉપર કે ચાલતા જતા લોકો ને ગરમ હવા લાગતા લૂ લાગવાનો ભય સતાવી રહ્યો છે અને કેટલાકને ગરમીના કારણે બીમારી પણ જોવા મળી છે સાથે સાથે ગઈકાલે દેડિયાપાડા તાલુકામાં એક વન કર્મચારી ગરમીના કારણે મૃત્યુ પામવાની ઘટના બની હતી અને બુધવારે રાજપીપળા શહેર માં ભર બપોરે અચાનક વીજળી ગુલ થતા ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
આ બાબતે અમે વીજ કંપની ના ઇજનેર સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ઉકાઇ થર્મલ પાવર માં કોઈ ખામી સર્જાતા આખું રાજપીપળા શહેર સહિત વડોદરા, સુરત સહિત કેટલાક શહેરોમાં લાઈટો બંધ થઈ છે અને ત્યાં કામગીરી ચાલુ છે પરંતુ ક્યારે લાઇટ આવે એ કહેવું મુશ્કેલ છે. આમ ઉનાળાની ખતરનાક ગરમીમાં રાજપીપળા સહિતના શહેરોના લોકો પોતપોતાના ઘરે કે કચેરીઓ માં પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.
કેસ્કેડીંગ અસરને કારણે મહારાષ્ટ્ર રાજ્યનો ૫૦૦૦ મેગાવોટ અને ગુજરાતનો ૪૦૦૦ મેગાવોટનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.નાતપાસ ચાલી રહી છે અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે લગભગ એક કલાકમાં પુનઃસ્થાપિત થઈ શકે છે તેમ રાજપીપળ વીજ કંપની માંથી જાણવા મળ્યું છે
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
