<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

રાજપીપળાની સી. પી. ડિગ્રી કોલેજ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધા યોજાઈ

વિજેતા વિદ્યાર્થી ગુજરાત ઝોન કક્ષાએ સિલેક્શનમાં ભાગ લેશે

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાની છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના "સેવ કલ્ચર અને સેવ ભારત" ફાઉન્ડેશનના ઉપક્રમે ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધા વર્ષ 2025 ના વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

આ વક્તૃત્વ સ્પર્ધામાં કોલેજના વિધાર્થી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિવિધ પાંચ વિષયો પર વિદ્યાર્થીઓએ ભાગ લઈ ઉદબોધન કર્યું હતું જેમાં "ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ" વિષય પર અભિષેક સોલંકી એમ.પી.એસ. સેમેસ્ટર ચારનો વિદ્યાર્થીએ વક્તવ્ય આપ્યું હતું તેમનો આ ઉત્કૃષ્ટ વક્તવ્યને ધ્યાન પર લઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી. આગળ ગુજરાત ઝોન કક્ષાએ સિલેક્શન માં જશે.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ .વિજય પટેલ સીપીડીસીપીઇ રાજપીપળા જીગ્નેશ પટેલ પ્રિન્સિપાલ અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ રાજપીપળા  તેમજ ડૉ .હેમરાજ પટેલ સીપીડીસીપીઇ રાજપીપળામાં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી.
વિશેષ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.હસમુખ એચ પટેલ એ જણાવ્યું કે આ વકૃત્વ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિ બહાર લાવી સર્વાંગીણ વિકાસની નવી દિશા તરફ ધ્યાન દોરે છે જે આજના નવ યુવાનોમાં રાષ્ટ્ર ચેતના માટે એક ઉત્તમ ભાગરૂપે પુરવાર થશે જે બદલ અભિષેક સોલંકીને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરવા માટે અભિનંદન પાઠવેલ છે

(10:33 PM IST)