હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાર્ષિક આવક ૬ લાખ સુધી હશે તો બાળક ફ્રીમાં ભણશે
રાજ્ય સરકાર કરી શકે છે મોટી જાહેરાતઃરાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ આવકની મર્યાદા વધી શકે

ગાંધીનગર, તા.૧૨
રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યાં છે. હવે આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. અત્યાર સુધી રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક ૧.૨૦ લાખ રૃપિયા સુધી હતી. પરંતુ હવે રાજ્ય સરકાર તેમાં વધારો કરી શકે છે. હવે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા ૬ લાખ રૃપિયા કરવામાં આવી શકે છે. તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે.
રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આવક મર્યાદા વધારીને ૬ લાખ કરવામાં આવી શકે છે. જો સરકાર આ નિર્ણય લાવશે એટલે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને તેનો લાભ મળી શકે છે. આ સાથે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આરટીઈ હેઠળ ફોર્મ ભરવાની મુદ્દત ૧૦ દિવસ વધારવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
