News of Wednesday, 12th March 2025
એકતાનગર રેલ્વે રૂમમાંથી મોબાઈલ ચોરી થયા બાદ આરપીએફ જવાનોએ ચોરને ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર રેલ્વે સ્ટેશનના રૂમમાંથી એક કર્મચારી મોબાઈલ ચોરી થતા આરપીએફના જવાનો એ ગણતરીના સમયમાં મોબાઇલ સાથે ચોરને પકડી પાડ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર હેમંતકુમાર રામનારાયણ મહાવર( હાલ રહે- રેલ્વે રૂમ એકતાનગર રેલ્વે સ્ટેશન તા- ગરુડેશ્વર જી- નર્મદા મુળ રહે.જય માતાજી સોસાયટી મકાન નં.૬૬૧ ગોધરા રોડ તા.જી.દાહોદ) નાઓએ આપેલ ફરિયાદ મુજબ તેમનો પોતાનો મોટોરોલા કંપનીનો મોબાઈલ જેની કિમંત ૧૨,૦૦૦- ચોરી થયેલ હોય જોકે ત્યાં પ્લેટફોર્મ -૧ પર ફરજ પર હાજર આર.પી.એફ ના જવાનો એ પ્લેટફોર્મ-૧ પર ચોર ની તપાસ કરતા ત્યાથી દિપકભાઇ શત્રુઘ્ન પાંડે, (રહે- ૫૬ તિરુપતિ સોસાયટી બી/ એચ સંજીવની હોસ્પીટલ કડોદરા સુરત શહેર મુળ રહે- બિહાર )નાઓ ને તપાસ દરમ્યાન પકડી પાડી તેના વિરુદ્ધ એકતાનગર પોલીસે કાયદેસર કાર્યવહી કરી છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
