News of Thursday, 13th March 2025
સુરતના હીરા બજારને મંદીમાંથી કેમ ઉગારવુ ?: રાજ્ય સરકારે એક કમિટીની રચના કરી
અધ્યક્ષસ્થાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રપટેલ રહેશે:કમિટીમાં બળવંતસિંહ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાનો સમાવેશ

સુરતના હીરા બજારમાં પ્રવર્તી રહેલા મંદી મામલે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે એક કમિટીની રચના કરી છે. આ કમિટીના અધ્યક્ષસ્થાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે. આ કમિટીમાં બળવંતસિંહ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાનો સમાવેશ થાય છે. આગામી સોમવાર અથવા તો મંગળવારે સચિવ એમ કે દાસ સાથે હીરાબજારની મંદી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેના આધારે એક સમગ્ર અહેવાલ તૈયાર કરવામાં આવશે. જેના આધારે રત્ન કલાકારોને કઈ રીતે મદદરૂપ બનવું તે અંગે નિર્ણય લેવાશે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
