<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

ખંભાતના સરકારી તલાટીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 2 લાખની ખંડણી માંગતા ખળભળાટ

ખંડણી માંગ્યા બાદ વીડિયો વાયરલ કરતા સરકારી કર્મીએ પોલીસ ફરિયાદ નોંધાવી:ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે રમેશ ઈશ્વર વણકર અને ભુવેલના સભ્ય અજીતભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ

આણંદના ખંભાતના સરકારી તલાટીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 2 લાખની ખંડણી માંગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા રમેશ વણકર સહિત સાગરીતે તલાટી પર ખોટા ભ્રષ્ટાચારના આરોપ લગાવી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. 2 લાખ રૂપિયા આપો, નહીં તો તમે કરોડોના ભ્રષ્ટાચાર કરો છો તે અંગેનો વીડિયો જાહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાહેરમાં અપમાન કરીશું તેવી ધમકી આપી હતી.

 ખંડણી માંગ્યા બાદ વીડિયો વાયરલ કરતા સરકારી કર્મીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે રમેશ ઈશ્વર વણકર અને ભુવેલના સભ્ય અજીતભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે. રોનક એન્ટરપ્રાઇઝ ઉંદેલ રાઠોડ નામના ફેસબુક પર રમેશ વણકરે પુરાવા વિના ભ્રષ્ટાચારના આરોપ લગાવી સરકારી કર્મચારીની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડ્યું તે અંગેની ફરિયાદ કરવામાં આવી છે.

 

(12:34 AM IST)