News of Thursday, 13th March 2025
પોલીસની હાજરીમાં જ એ સાયબર એક્સપર્ટ દ્વારા લાખો રૂપિયાના યુએસ ડોલર ગુપચુપ રીતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યાં
જેને ત્યાં રેડ પડી હતી તેણે ધડાકો કર્યો કે મારા વોલેટમાંથી પોલીસ રેડ સમયે લાખો યુએસ ડોલર બીજા ખાતામાં ટ્રાન્સફર થયા છેઃ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ એમ. આર. બ્રહ્મભટ્ટ વિગેરેને મદદમાં મોકલેલ : પ્રથમ પોલિસને ગેર કાયદે કોલ સેન્ટર અંગેની બાતમી આપી વિશ્વાસ કેળવ્યોઃ સાયબર એક્સપર્ટ તરીકેની દેવેન્દ્ર પટેલ સેવા આપીઃ આખો માસ્ટર પ્લાન ઘડ્યોઃ પણ પોલીસ એક્સપર્ટ કરતા પણ એક્સપર્ટ સાબિત થઈ : સસ્પેન્સ ખૂલ્યું ત્યારે આઇપીએસ કે જીપીએસ જ નહિ પોલીસ સ્ટાફ પણ આヘર્ય ચકિત બન્યોઃ ગુજરાતનાં વાયરલ કિસ્સાની ભીતરી કથા અકિલા સમક્ષ એસીપી પ્રદીપસિંહ જાડેજા વર્ણવે છે :સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેની વિગેરે પણ સક્રિય બની માર્ગદર્શન આપ્યું: આરોપીએ આવા બીજા કેટલા કોઈ ખેલ કાર્ય છે કે કેમ? તેની તપાસ અનુભવી પીઆઇ દીપક ઉનડકટ વિગેરે દ્વારા શરૂ કરવામાં આવી છે

રાજકોટ, તા.૧૩: ઉચ્ચ ડિગ્રી ધરાવતા અમદાવાદનાં એક સાયબર એક્સપર્ટ યુવાન દ્વારા ગેર કાયદે કોલ સેન્ટરની બાતમી આપવામાં આવી, અને સાયબર એક્સપર્ટ આધારે તે રેડ દરમિયાન પોલીસ સાથે પોલીસને મદદ કરવા સાથે રહ્યો, અને આ દરમિયાન પોલીસ અધિકારીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં લાખો રૂપિયાના યુએસ ડોલર પોતાના ખાતામાં જ ટ્રાન્સફર કરી લેવાની ગૂજરાતભરમાં વાયરલ ઘટનાથી પોલીસ ચોકી ઉઠી હતી. આ સમગ્ર મામલે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક અને સેકટર વડા જયપાલસિહ રાઠોડ અને ડીસીપી રવિ સેનીનાં માર્ગદર્શનમાં જેમના સુકાની પદ હેઠળ આખું રહસ્ય ઉકેલાયું તેવા એસીપી પ્રદીપસિહ જાડેજાએ અકિલા સમક્ષ આખું સસ્પેન્સ કેવી રીતે બહાર આવ્યું તેનું અત થી ઇતિ સુધીની ભીતરી કથા વર્ણવી છે, જે આ મુજબ છે.
અમદાવાદ શહેર ઝોન ૦૬ ડીસીપી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એમ.આર. બ્રહ્મભટ્ટ તથા સ્ટાફ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં મોહમદ ઐયાઝ અલાઉદ્દીન શેખ રહે. દાણીલીમડા, અમદાવાદના રહેણાંક મકાન ખાતે બાતમી આધારે ગેર કાયદેસર કોલ સેન્ટર બાબતે રેઇડ કરવામાં આવેલ હતી. આ રેઇડ દરમિયાન સ્થળ ઉપરથી મોબાઇલ ફોન નંગ ૩૨, લેપટોપ નંગ ૦૧, રોકડ રકમ સહિતનો કિંમત રૂ. નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કોલ સેન્ટર ચાલતું હતું કે કેમ તેમજ મોબાઇલ ફોન અને લેપટોપમાં વાંધાજનક શું શું વિગતો છે..? એની ચકાસણી કરવા માટે બાતમી આપનાર અને પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલને એલસીબી કચેરી ખાતે બોલાવીને તમામ મોબાઈલ ફોન અને લેપટોપની ચકાસણી કરવામાં આવેલ હતી. જે મોબાઇલ ફોનની વારાફરતી ચકાસણી કરી, પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલ દ્વારા પકડેલ મુદામાલ માં કોલ સેન્ટર ને લગતી કોઈ વિગત નહીં હોવાનું જણાવતા, મુદામાલ એફએસએલ ખાતે મોકલાવો જરૂરી હોઈ, દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.દરમિયાન દાણીલીમડા ખાતે રહેતા મોહમદ ઐયાઝ અલાઉદ્દીન શેખ રહે. દાણીલીમડા, અમદાવાદ કે જેની પાસેથી ગેર કાયદેસર કોલ સેન્ટર નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ હતો, તેમને નવો મોબાઈલ લઈને પોતાનું કાર્ડ અને એકાઉન્ટ એક્ટિવ કરતા, તેઓને જાણવા મળેલ કે, પોતાના વોલેટ માંથી ૪૮૩૦૦ USD આશરે કિંમત રૂ. ૪૧,૦૦,૦૦૦/- બીજા કોઈ વોલેટમાં ટ્રાન્સફર થયેલા છે અને આ માતબર રકમ જે દિવસે પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવેલ ત્યારે જ ટ્રાન્સફર થયા છે, જે અંગે તેઓએ પોલીસ સમક્ષ અરજી રજૂઆત કરવામાં આવેલ હતી.
તપાસ હાથ ધરવામાં આવતા, બોલાવવા આવેલ પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલ શંકાના ઘેરામાં આવેલ હતો. જેથી તેની પાસેથી પણ બે મોબાઇલ કબ્જે કરી, તાત્કાલિક એફએસએલ તથા સાયબર ક્રાઇમ એક્સપર્ટની મદદ મેળવી, ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા, સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલના મોબાઈલમાંથી ચોંકાવનારી વિગતો મળી હતી. જેમાં પોલીસ ટીમ દ્વારા જેને ત્યાં રેઇડ કરવામાં આવી હતી તેના વોલેટમાંથી પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલ ના મોબાઈલમાંથી બીજા વોલેટમાં અને ત્યાંથી એક ત્રીજા વોલેટમાં આ ૪૮૩૦૦ USD આશરે કિંમત રૂ. ૪૧,૦૦,૦૦૦/-ટ્રાન્સફર થયેલાની વિગતો મળતા, પોલીસ ચોંકી ઉઠી હતી. આમ, પોલીસ દ્વારા જેની મદદ મેળવવામાં આવી હતી, તે પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલ દ્વારા જ જેને ત્યાં રેઇડ કરી હતી, એના વોલેટમાંથી મોબાઈલ ચેક કરવાના બહાને પોલીસ ટીમ ની જાણ બહાર, અંધારામાં રાખી, ૪૮૩૦૦ USD ની ચોરી કરી લેવામાં આવી હોવાના પુરાવો મળ્યા હતા અને હકીકત બહાર આવી હતી. જેથી આ બાબતે જાણવા જોગ ની તપાસ કરતા હે.કો. નરેન્દ્રસિંહ શિવઆધાર દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, આરોપી દેવેન્દ્ર પટેલ વિરુદ્ધ ચોરી, છેતરપિંડી, વિશ્વાસઘાત તેમજ ઇન્ફોર્મેશન ટેક્રોલોજી એક્ટ મુજબ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે, જેની તપાસની ગંભીરતા ધ્યાને રાખી ભૂતકાળમાં ક્રાઇમ બ્રાન્ચ વિગેરેમાં ફરજ બજાવી આવી તપાસનાં અનુભવી મણિનગર પીઆઇ દીપક ઉનડકટને સુપ્રત થતાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
