News of Thursday, 13th March 2025
હોળી-ધુળેટીના પર્વને લઈને અમદાવાદના અટલ બ્રિજ,સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડન્સના સમયમાં ફેરફારકરાયો
સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા તમામ બગીચાઓ 13 માર્ચ અને 14 માર્ચના રોજ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે

અમદાવાદ :સાબરમતી નદી પરનો પ્રતિષ્ઠિત અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા સંચાલિત તમામ બગીચાઓ 13 અને 14 માર્ચના રોજ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે.
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા તમામ બગીચાઓ 13 માર્ચ અને 14 માર્ચ એમ હોળી તેમજ ધુળેટીના તહેવારના દિવસે સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો અટલ ફૂટ ઓવર બ્રિજ પણ ધુળેટીના દિવસે સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે.
ખાસ કરીને લોકો હોળી અને ધુળેટીના તહેવારે બગીચાઓમાં જતા હોય છે ત્યારે રિવરફ્રન્ટના બગીચાઓમાં લોકોની અવરજવર વધુ રહેતી હોય છે. લોકો ધુળેટીના તહેવારની ઉજવણી કરીને બગીચાઓમાં કલર અને રંગના કારણે ખરાબ ન કરે તેના માટે રિવરફ્રન્ટના બગીચાઓ બંધ રાખવામાં આવશે.
SRFDCL એ આજે એક ઔપચારિક પ્રેસ રિલીઝ દ્વારા આ જાહેરાત કરી હતી, જેમાં જણાવાયું હતું કે 13 અને 14 માર્ચે અનુક્રમે હોળી અને ધુળેટીના તહેવારોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
