<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

રમકડાં-ખાદ્યસામગ્રીની આડમાં ઓનલાઇન ડ્રગ્સ મગાવવાનુ રેકેટ : 3.45 કરોડનો હાઇબ્રિડ ગાંજો અને એમડી ડ્રગ્સ જપ્ત

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટરનેટ દ્વારા રમકડાં અને ખાદ્ય સામગ્રીની આડમાં યુ.એસ.એ., કેનેડા અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી મંગાવવામાં આવેલા હાઇબ્રીડ ગાંજા, એમ.ડી. ડ્રગ્સ અને ચરસનો જથ્થો કબ્જે કર્યો

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટરનેટ દ્વારા રમકડાં અને ખાદ્ય સામગ્રીની આડમાં યુ.એસ.એ., કેનેડા અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવેલા હાઇબ્રીડ ગાંજા, એમ.ડી. ડ્રગ્સ અને ચરસનો જથ્થો કબ્જે કર્યો છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા જપ્ત કરવામાં આવેલા ગાંજા અને ડ્રગ્સના મુદ્દામાલની કિંમત 3.45 કરોડ રૂપિયા છે. આ કાર્યવાહી એન.ડી.પી.એસ. એકટ હેઠળ કરવામાં આવી છે.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી સોર્સ મારફતે માહિતી મળી હતી કે, અમદાવાદ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં આવેલા ભારતીય પોસ્ટલ વિભાગની ફોરેન પોસ્ટ ઓફીસ (આયાત) વિભાગમાં શંકાસ્પદ પાર્સલ જુદા જુદા દેશમાંથી આવ્યા છે. જે પાર્સલોમાં ગેરકાયદેસર રીતે હાઇબ્રીડ ગાંજો મંગાવવામાં આવ્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કસ્ટમ વિભાગ પાસેથી 105 પાર્સલ મંગાવવામાં આવ્યા હતા અન તેની ચકાસણી કરવામાં આવી હતી

 

ક્રાઇમ બ્રાન્ચની ચકાસણી દરમિયાન રમકડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં યુ.એસ.એ., કેનેડા તેમજ થાયલેન્ડ વિગેરે દેશોમાંથી ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવેલ હાઇબ્રીડ ગાંજા, એમ.ડી. ડ્રગ્સ તથા ચરસનો જથ્થો મળી કુલ કિ.રૂ. 3,45,25,000/- નો મુદામાલ કબ્જે કરી ડી.સી.બી. પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ડાર્ક વેબ તથા ઇન્ટરનેટના માધ્યમથી યુ.એસ.એ., કેનેડા તેમજ થાયલેન્ડ જેવા દેશોમાંથી અધુરા સરનામા અથવા ખોટા સરનામા પર અધુરા તેમજ ખોટા નામે ગેરકાયદે ગાંજો, ચરસ, એમ.ડી. ડ્રગ્સ જેવા નાર્કોટીકસ પદાર્થ અમુક વ્યકિતઓ દ્વારા મંગાવવામાં આવે છે. વિદેશથી મોકલી આપવામાં આવતા પાર્સલોમાં સોફટ ટોયસ તથા ખાદ્ય સામગ્રી, પ્રોટીન પાવડર વિગેરે ચીજવસ્તુની આડમાં માદક પદાર્થ મોકલવામાં આવે છે.

જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ: હાઇબ્રીડ ગાંજો 10550 ગ્રામ કિ.રૂ. 3,12,50,000/-ચરસ - 79 ગ્રામ કિ.રૂ. 3,95,000/-એમ.ડી. ડ્રગ્સ – 248 ગ્રામ કિ.રૂ. 24,80,000/-કેનાબીલ ઓઇલ – 5 એમ.એલ.ની એક એવી કુલ-32 કાચની ટ્યુબ, આઇસોપ્રોપાઇલ નાઇટ્રેટ – 25 એમ.એલ. ની એક એવી બોટલ નંગ-6

(1:51 PM IST)