તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 13th March 2025
'ટીમ નિરમા' એયુવી સિંગાપોર ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ ચેલેન્જ ૨૦૨૫માં ભાગ લેશે

રાજકોટઃ નિરમા યુનિવર્સિટી અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ૧૧ વિદ્યાર્થીઓનો સમાવેશ કરતી ટીમ નિરમા AUV,સિંગાપોર પોલિટેકનિક ખાતે આવતી કાલ તા. ૧૪ થી ૧૭ માર્ચ ૨૦૨૫ દરમિયાન સિંગાપોર ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ(SAUV) ચેલેન્જમાં ભાગ લેવા માટે ગયેલ છે. ટીમ તેમના અદ્યતન ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ,અગસ્ત્રય ૪.૦, આઠ થ્રસ્ટર્સ, ઊંડાઈ અને દબાણ સેન્સર અને પાણીની અંદરના જટિલ કાર્યો માટે ઉચ્ચ-રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ પ્રદર્શિત કરશે. રોબોટિક ઓપરેટિંગ સિસ્ટમ (ROS) દ્વારા સંચાલિત મિની-કમ્પ્યુટર સ્વાયત્ત નેવિગેશન અને ઑબ્જેકટ શોધને સક્ષમ કરે છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
