News of Thursday, 13th March 2025
પારિવારિક સંપત્તિના આયોજનમાં મહિલાઓનું વધતું મહત્વઃ પરિવારના ઉત્તરાધિકાર અને નાણાકીય સલામતી પર ફોકસ
હેડ- ફેમિલી ઓફિસ & પ્રાઈવેટ વેલ્થ, એકિસસ AMC

સંપત્તિના વ્યવસ્થાપનના વિકસતા પરિદ્રશ્યમાં, એક વલણ નિર્વિવાદપણે સ્પષ્ટ થઈ ગયું છે - સ્ત્રીઓ હવે માત્ર પારિવારિક સંપત્તિની લાભાર્થી જ નથી રહી; તેઓ સંપત્તિ સર્જન, સંચાલન અને હસ્તાંતરણની સુકાની બની રહી છે. પારિવારિક નાણાકીય નિર્ણય લેવામાં તેમની વધતી જતી ભૂમિકાનું મહત્વ વધારે પડતું કહી શકાય નહીં. આ એક વલણ છે જે ખાસ કરીને પારિવારિક ઓફિસ અને ખાનગી સંપત્તિ વ્યવસ્થાપનમાં નોંધનીય છે, જ્યાં વધુને વધુ મહિલાઓ તેમના પરિવારના નાણાકીય ભાવિના સંચાલનમાં નેતૃત્વની ભૂમિકા સ્વીકારી રહી છે.
બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના મતે, વિશ્વની ત્રીજા ભાગની સંપત્તિ પર મહિલાઓનું નિયંત્રણ છે. આ આંકડા માત્ર સંખ્યા જ નથી - તે વ્યાપક સાંસ્કૃતિક અને નાણાકીય પરિવર્તનને દર્શાવે છે. વધુને વધુ મહિલાઓ માત્ર વારસામાં ફકત સંપત્તિ જ નથી મેળવી રહી પણ તેનું સંચાલન કરવામાં પણ સક્રિયપણે વ્યસ્ત હોય છે. પછી તે ઉદ્યોગસાહસિકતા અને રોકાણોના માધ્યમથી હોય કે પછી પારિવારિક ઓફિસો દ્વારા, મહિલાઓ સત્તાના હોદ્દા પર પહોંચી રહી છે અને પરિવારની સંપત્તિના ભાવિને અસર કરતા નિર્ણયો લઈ રહી છે. આ વધતો પ્રભાવ પેઢી દર પેઢી સંપત્તિનું સંચાલન કેવી રીતે થાય છે તેમાં મૂળભૂત પરિવર્તનને દર્શાવે છે.
આ સારા સમાચાર હોવા છતાં, તેની એક બીજી બાજુ પણ છે. બાર્કલેઝના મતે, શ્રીમંત પરિવારોની ૧૦ માંથી આઠ મહિલાઓ આગામી બે દાયકામાં નોંધપાત્ર સંપત્તિનો વારસો મેળવવા જઈ રહી છે, છતાં તેમાંથી માત્ર અડધી સંખ્યામાં મહિલાઓ જ નાણાકીય નિર્ણય લેવામાં સામેલ છે. આ તફાવત મોટાભાગે સંપત્તિ વ્યવસ્થાપનમાં મહિલાઓના પ્રતિનિધિત્વના અભાવને આભારી હોઈ શકે છે - આ પડકારને આપણે તાત્કાલિક ઉકેલવો જોઈએ.
ભવિષ્ય માટે નાણાકીય આયોજન : મહિલાઓની ભૂમિકા
એક મુખ્ય ક્ષેત્ર જ્યાં મહિલાઓની સામેલગિરી વધુને વધુ મહત્ત્વપૂર્ણ બની રહી છે તે છે ભવિષ્ય માટેનું આયોજન- ખાસ કરીને ત્યારે જ્યારે સંપત્તિની તબ્દિલી અને ઉત્તરાધિકારના આયોજનની વાત આવે છે.
પરિવારો માટે સંપત્તિનું ટ્રાન્સફર લાંબા સમયથી એક જટિલ અને ઘણીવાર ભાવનાત્મક પ્રક્રિયા રહી છે, પરંતુ જેમ જેમ વધુને વધુ મહિલાઓ પરિવારની સંપત્તિના વ્યવસ્થાપનમાં સક્રિય ભૂમિકાઓ ભજવી રહી છે, તેમ તેમ એક અભિગમ વિકસિત થઈ રહ્યો છે. મહિલાઓ પહેલાથી જ ઘરની સંભાળ રાખવામાં અને નિર્ણય લેવામાં મુખ્ય ભૂમિકામાં રહી છે. આ ભૂમિકા ઘણીવાર નાણાકીય વ્યવસ્થાપન અને પરિવારના વારસા અંગે નિર્ણાયક નિર્ણયો લેવા સુધી વિસ્તરે છે. પરિણામે, મહિલાઓ હવે સંપત્તિની લાંબા ગાળાની અસરો માટે વધુ સંતુલિત છે, ઘણી વખત ભાવિની પેઢીઓ માટે નાણાકીય સુરક્ષા અને સ્થિરતાને વધુ મહત્વ આપે છે. આ બાબત વેલ્થ મેનેજર્સ માટે આ પ્રાથમિકતાઓને અનુરૃપ સેવાઓ પ્રદાન કરવી અનિવાર્ય બનાવે છે, મહિલાઓને સશકત બનાવતા શૈક્ષણિક કાર્યક્રમોથી માંડીને તેમના મૂલ્યો અને ઉદ્દેશ્યોને પ્રતિબિંબિત કરતા કસ્ટમાઇઝડ સોલ્યુશન્સ સુધીના જટિલ નાણાકીય ખ્યાલો સમજવા સુધી.
સમાવેશી સંપત્તિ વ્યવસ્થાપનની જરૃરિયાત
વેલ્થ મેનેજમેન્ટ ઈન્ડસ્ટ્રી, ખાસ કરીને પારિવારિક ઓફિસોના સંદર્ભમાં, સંપત્તિના સર્જન અને સંલાચનમાં મહિલાઓ દ્વારા અદા કરવામાં આવતી ભૂમિકામાં બદલાવને ટેકો આપવા માટે વિકસિત થવી જ જોઈએ. માત્ર સંપત્તિને લગતી વાતચીતમાં મહિલાઓનો સમાવેશ કરવો જ પૂરતો નથી; આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ નિર્ણય લેવામાં આગળ પડતાં સ્થાને રહે.
પારિવારિક ઓફિસોએ મહિલાઓને નાણાકીય ચર્ચાઓમાં સામેલ કરવા સક્રિયપણે કામ કરવું જોઈએ, સાથે જ એવી ખાતરી પણ કરવી જોઈએ કે તેઓ જાણકાર નિર્ણયો લેવા માટે જ્ઞાન, સાધનો અને આત્મવિશ્વાસથી સજ્જ હોય. જેમાં મહિલાઓને તેમના પરિવારની નાણાકીય બાબતોમાં ખચકાટ અથવા અવરોધો વિના જોડાવા માટે સ્થાન પૂરું પાડવાનો સમાવેશ થાય છે. આપણે વધુ સમાવિષ્ટ સંપત્તિ વ્યવસ્થાપન ફ્રેમવર્ક બનાવવાની જરૃર છે, જે મહિલાઓની ચોક્કસ જરૃરિયાતો, પસંદગીઓ અને લક્ષ્યોને ધ્યાનમાં લેતું હોય. આ માત્ર તેમને પ્રક્રિયાનો એક ભાગ બનાવવા વિશે નથી; પણ એક એવું વાતાવરણ બનાવવા વિશે છે જ્યાં મહિલાઓ નિર્ણયો લેવામાં આગેવાની લેવા માટે સશકત અનુભવે, જે પરિવારના નાણાકીય ભાવિયને આકાર આપતા હોય.
ઉત્તરાધિકારનું આયોજનૅં પરિવારની સંપત્તિનો એક મહત્વપૂર્ણ ઘટક
ઉત્તરાધિકારનું આયોજન સૌથી અગત્યના ક્ષેત્રોમાંથી એક છે, જ્યાં મહિલાઓની વધતી ભૂમિકાને અવગણી શકાય નહીં. આગામી પેઢીને સંપત્તિનું ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ભાવનાત્મક અને નાણાકીય જટિલતાઓથી ભરપૂર છે. મહિલાઓ સંપત્તિના વ્યવસ્થાપનમાં વધુ સામેલ થાય છે, ત્યારે તેઓ પ્રક્રિયામાં એક અનન્ય પરિપ્રેક્ષ્ય લાવે છે, જે ઘણીવાર પારદર્શિતા, વાતચીત અને પરિવારના નિયમનના મહત્વ પર ભાર મૂકે છે. ઉત્તરાધિકારનું આયોજન ફકત પરિવારની સંપત્તિનો વારસો કોણ મેળવશે તે નક્કી કરવા વિશે જ નથી; પણ તે સુનિશ્ચિત કરે છે કે સંક્રમણ સરળ છે, સંપત્તિ સુરક્ષિત છે અને તે સતત વધી રહી છે. મહિલાઓ પારિવારિક મૂલ્યો અને પરંપરાઓની જાળવણી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ઘણીવાર નાણાકીય સંપત્તિને સાચવવા જેટલું જ મહત્વપૂર્ણ હોય છે.
નિષ્કર્ષ : સંપત્તિ વ્યવસ્થાપનમાં મહિલાઓનું સશકિતકરણ
સંપત્તિ વ્યવસ્થાપનમાં મહિલાઓની વધતી જતી સામેલગિરી, ખાસ કરીને પારિવારિક ઓફિસો અને ખાનગી સંપત્તિના સંદર્ભમાં, માત્ર એક વલણ નથી પણ આપણે પારિવારિક વારસા, સંપત્તિનું સર્જન અને સંપત્તિના હસ્તાંતરણને કેવી રીતે જોઈએ છીએ તેમાં એક મૂળભૂત પરિવર્તન છે. જેમ જેમ મહિલાઓ પારિવારિક સંપત્તિના સંચાલનની વધુ જવાબદારી લે છે, તેમ તેમ વેલ્થ મેનેજર્સે એ સુનિશ્ચિત કરવા માટે અનુકૂલન સાધવું જોઈએ કે તેમની સેવાઓ આ ગ્રાહકોની વિકસતી જતી જરૃરિયાતોને પૂર્ણ કરે.
પરિવારના નાણાકીય નિર્ણયોમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે મહિલાઓને સશકત બનાવવી એ માત્ર ન્યાય અથવા સમાવેશની બાબત નથી; પણ એક વ્યૂહાત્મક આવશ્યકતા છે. જેમ જેમ વધુને વધુ મહિલાઓ ફેમિલી ઓફિસમાં -ભાવશાળી નિર્ણય લેનારી બને છે, તેમ તેમ તેમના ઇનપુટ સંપત્તિ વ્યવસ્થાપનના ભાવિયને આકાર આપશે. પછી તે સંપત્તિનું સર્જન અને જાળવણી કરવાના માધ્યમથી હોય, લાંબા ગાળાના રોકાણો કરવા અંગે હોય કે પછી ભાવિ પેઢીઓને સંપત્તિના હસ્તાંતરણનું માર્ગદર્શન આપવા વિશે હોય, મહિલાઓ પરિવારની સંપત્તિના ભાવિમાં વધુને વધુ કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
-અરૃણિમા નૈન
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
