<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

અમદાવાદના ખારીકટ કેનાલ રી ડેવલપમેન્‍ટના બીજા તબક્કા માટે મંજૂર કરાયા ૧૦૦૩ કરોડ

ભુપેન્‍દ્રભાઈ પટેલે આપી લીલી ઝંડી

 

અમદાવાદઃ મુખ્‍ય મંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે ખારીકટ કેનાલ રીડેવલપમેન્‍ટ ફેઝ-૨ પહેલ માટે અમદાવાદ મ્‍યુનિસીપલ કોર્પોરેશનને કુલ રૂપિયા ૧૦૦૩ કરોડના પ્રોજેક્‍ટને લીલી ઝંડી આપી છે.

તાજેતરના અપડેટ્‍સમાં એએમસી હાલની કેનાલના પુનઃવિકાસને ઘણા ભાગોમાં શરૂ કરવાં માટે તૈયાર છે. જેમાં એસપી રિંગ રોડથી નરોડા સ્‍મશાન ગૃહ સુધીનો સ્‍ટ્રેચ-૧, વિંજોલ વહેલાથી ઘોડાસર (આવકાર હોલ) સુધીનો સ્‍ટ્રેચ-૨ સામેલ છે. ઘોડાસર (આવકાર હોલથી) વટવા ગામ સુધીનો સ્‍ટ્રેચ-૩ અને વટવા ગામથી એસપી રિંગરોડ સુધીનો સ્‍ટ્રેચ-૪ અને સ્‍ટેચ-૫ પણ સામેલ છે.

મુખ્‍ય મંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે ખારીકટ કેનાલ ડેવલપમેન્‍ટની જવાબદારી અમદાવાદ મ્‍યુનિસીપલ કોર્પોરેશનને સોંપી છે. એ એમસીએ નરોડા સ્‍મશાન ગૃહથી વિંજોલ વહેલા સુધી ૧૨.૭૫ કિલોમીટર લાંબી ખારકીટ  કેનાલના પ્રાશભીક તબક્કામાં જાહેર વિકાસનું કામ ૮૦ ટકા સફળતા પુર્વક કરેલ છે. પહેલા તબક્કા માટે રૂપિયા ૧૩૩૮ કરોડ ફાળવવામાં આવ્‍યા છે. જેમાંથી આજ સુધીમાં રૂપિયા ૭૦૦ કરોડ વાપરવામાં આવ્‍યા છે

(2:37 PM IST)