News of Thursday, 13th March 2025
ગુજરાતમાં RTEના ફોર્મ ભરવાની મુદ્દતમાં ૧૦ દિવસનો વધારો

ગાંધીનગર, ૧૩, રાજ્યના શિક્ષણ મંત્રી ફુલ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આરટીઈ હેઠળ ફોર્મ ભરવા માટે ૧૦ દિવસની મુદ્દત વધારવામાં આવી છે. આરટીઈ હેઠળ પ્રવેશમાં આવક મર્યાદા પણ વધી શકે છે. પહેલા આરટીઈ હેઠળ ૧,૨૦,૦૦૦ની આવક મર્યાદિત હતી, જે હવે વધારીને ૬ લાખ સુધી થઈ શકે છે.RTEમાં આવક મર્યાદા ૬ લાખ કરવામાં આવી શકે છે. આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સારી શાળાઓમાં શિક્ષણ મળી રહે તે માટે આરટીઇ ગુજરાત પ્રવેશ ૨૦૨૫-૨૬ અંતર્ગત ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે નર્સરીથી પહેલા ધોરણ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે, અરજી કરવા માટે વેબસાઇટ rte.orpgujarat.com ની મુલાકાત લેવાની રહેશે. આરટીઇ માટે ફોર્મ ભરવાની શરૃઆત ૨૮ ફેબ્રુઆરી થી થઇ હતી. અગાઉ અંતિમ તા.૧૨ માર્ચ ૨૦૨૫ હતી જે હવે ૧૦ દિવસ વધારવામાં આવી છે.(૬.૧ર)
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
