<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

આગામી તા. 15 માર્ચથી રાજ્યમાં ગરમીનું જોર ઘટશે

ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં 36 ડિગ્રી તાપમાન તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી રહેશે

અમદાવાદ :રાજ્યમાં શિયાળા બાદ ગરમીની સીઝન શરૂ થતાની સાથે જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ ગરમીનો પારો વધતા લોકો બપોરનાં સમયે ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાબલાલ પટેલ દ્વારા ગરમીને લઈ રાહતની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં શહેરીજનો ગરમીથી આંશિક રાહત મેળવશે. 

  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈ રાહતની આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી તા. 15 માર્ચથી રાજ્યમાં ગરમીનું જોર ઘટશે. તેમજ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં 36 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી રહેશે. જ્યારે જૂનાગઢમાં 34 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવી સંભાવના છે

 

(8:45 PM IST)