<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

અરવલ્લીમાં કથિત નકલી સિંચાઈ કચેરી બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ

અગાઉ બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રેડ પાડી હતી:હવે સરકાર દ્વારા નિમાયેલ સમિતિનાં અહેવાલ બાદ નોંધાઈ ફરિયાદ

અરવલ્લીમાં કથિત નકલી સિંચાઈ કચેરી બાબતે પોલીસ ફરિયાદ થઈ છે. નાની સિંચાઈ વિભાગનાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર સાબલિયા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લીમાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે ફરિયાદ નોંધાઈ છે. નાની સિંચાઈ વિભાગનાં  ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સાબલિયા દ્વારા નિવૃત્ત કાર્યપાલક ઈજનેર પી.એમ. ડામોર વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 1 નવેમ્બર-2022 થી 24 જૂન-2023 દરમિયાન થયેલા કામોમાં વિસંગતતા જણાઈ હોવાનો આરોપ ફરિયાદમાં કરાયો છે.

  મોડાસાનાં તિરૂપતિ રાજ બંગલોમાં કોમ્પ્યુટર, માપપોથી મળી આવી હતી. સરકાર દ્વારા નિમાયેલ સમિતિનાં અહેવાલ બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કરાર આધારિત કાર્યપાલક ઇજનેરની ફરજ દરમિયાન કરેલ કામોમાં સરકારને નાણાકીય નુકસાનનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. માહિતી અનુસાર, જે તે સમયે બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રેડ પાડી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

(9:01 PM IST)