<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

નર્મદા જિલ્લામાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં બે ના મોત ત્રણ ને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ છે
પ્રાપ્ત વિગતો અનુસાર સુનિલકુમાર શંકરલાલ ભટ્ટ, રહે-પ્લોટ નં.૧૨ ઘર નં.૩૭૯ દુર્ગા રાજેન્દ્રનગર સોસાયટી, રાજપીપલા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ રાજપીપળા ની જૂની સિવિલ હોસ્પિટલ પાસે થયેલા અકસ્માત માં તેમનો દિકરો મયંક સુનિલકુમાર ભટ્ટ ઉ.વ.૩૯ નો તેની ઓલા ઇવી નંબર GJ 22 R 8791 લઇને રાજપીપલા બજારમાં તેના કામ અર્થે જતો હતો ત્યારે સ્પેલન્ડર નંબર-GJ 19 R 7365 ના ચાલાકે તેની મોટર સાયકલ પુરઝડપે ચલાવી લાવી મયંકની ઓલા ઇવી સાથે અથાડી એક્સીડન્ટ કરી ડાબા પગના ઘુંટણની નીચેના ભાગમાં મલ્ટી ફેક્ચર તથા જમણા હાથના કાંડામાં તેમજ જમણા હાથની ટચલી આંગળીમાં ફેક્ચર કરી નાસી જઈ ગુનો કર્યો હોય રાજપીપળા પોલીસે સ્પ્લેન્ડર ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજી ઘટના દેડિયાપાડા તાલુકાના કોયલીવાવ અને નિંગટ ગામની વચ્ચે શિવમ હોટલ નજીક બની જેમાં મોટર સાયકલ નં.GJ-22-M-7707 ના ચાલક ધવલભાઈ ઉમેદભાઇ તડવી રહે.ઝેર ટેકરા ફળીયું તા. ગરૂડેશ્વર જીનર્મદા પોતાના કબ્જામાની હોન્ડા સાઇન મોટર સાયકલ નં.GJ-22-M-7707 ની પુર ઝડપે હંકારી લાવી મો.સા.ના સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા રોડની સાઇડમાં આવેલ ઝાડ સાથે અથાડી દેતા પોતાને માથાના ભાગે તથા કપાળમાં તથા ડાબી આંખ ઉપર તેમજ છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું મોત નીપજ્યું હતું તેમજ રણજીતભાઇ ઇશ્વરભાઇ તડવી ઉ- રહે. કારેલી વાણીયાદરા ફળીયું તાગરૂડેશ્વર નાઓ ને જમણા ખભાના ભાગે ફ્રેક્ચર કરી તથા અતિષભાઇ વિનુભાઇ તડવી નાઓને જમણા હાથના કોણીના ભાગે ફ્રેક્ચર તેમજ મોઢાના ભાગે ઇજાઓ પહોંચાડી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ત્રીજી ઘટના દેડિયાપાડા તાલુકાના રાલ્દા અને મેડીયાસાગ વચ્ચે રોડ ઉપર બની જેમાં ફોરવ્હીલ ગાડી  નંબર GJ-22-H-6931 ના ચાલક પ્રકાશભાઇ અરવિંદભાઇ પટેલ રહે, ધમણાચા મંદિર ફળિયુ તા. નાંદોદ જી.નર્મદા નાઓએ તેમના કબજામાની ફોરવ્હીલ ગાડી નંબર GJ-22-H-6931 પુર ઝડપે હંકારી લાવી મોટર સાઈકલ નંબર GJ-34-Q-6187 સાથે એક્સિડન્ટ કરી અજયભાઈ જયંતીભાઇ તડવી, રહે.કનખાડી મંદિર ફળીયું તા- સાગબારા જી.નર્મદા નાઓને શરીરના ભાગે તથા માથાના ભાગે તથા જમણા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.


 

(11:16 PM IST)