<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

હોળી ધૂળેટી પર્વે ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવા બૂટલેગરો સક્રિય બનતા નર્મદા પોલીસે એકશન મોડમાં

હિન્દુઓનો મોટો ત્યોહાર હોય અસામાજિક પ્રવુતિ અટકવા પોલીસે ટીમો વધારી કડક ચેકીંગ હાથ ધરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:મોટા ત્યોહારો હોય કે લોકમેળા ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાનો મોકો બૂટલેગરો શોધતા હોય છે.ત્યારે આજથી હોળી ધૂળેટીનો મોટો પર્વ હોય રાજ્યમાં વિદેશી બનાવટના દારૂની માંગ ખૂબ વધી જાય છે ત્યારે ગુજરાત રાજ્યની બોર્ડર એવા નર્મદા જિલ્લામાંથી દારૂનો મુદ્દામાલ ઘુસાડી રાજ્યના શહેરોમાં ના વેચાય એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે દ્વારા એક એક્શન પ્લાન બનાવી આંતર રાજ્યની બોર્ડર સીલ કરી ત્યાં પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા જેમાં ખાસ સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સાગબારા ઇન્ચાર્જ પી.આઈ સી.ડી પટેલ અને પી.એસ.આઈ પી.આર ચૌધરી સહિત સાગબારા પોલીસ ની ટીમ ખડકી દેવાઈ, આ સાથે LCB અને SOG ની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ રાત્રી દરમ્યાન કરવામાં આવી રહ્યું છે. સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર  ગાડીનું ચેકીંગ અને નોંધણી પણ કરવામાં આવી રહી હોય પોલીસ ના આ કડક ચેકીંગ ને કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

આ બાબતે ડીવાયએસપી વિ.આર. ચંદને જણાવ્યું હતું  પોલીસ અધીક્ષક ની સૂચના મુજબ નર્મદા ની બોર્ડર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હોળી ધૂળેટી ના આ તહેવાર નિમિતે કોઈ પણ વ્યક્તિ રાજ્યમાં નશીલા પદાર્થ ની હેરફેર ન કરે એનું ચેકીંગ થઈ રહ્યું છે.પોલીસ સતર્ક છે. સાગબારા પોલીસ સ્ટેશનની જ વાત કરીએ તો 31 જેટલા પ્રોહીબિશન ના ગુના આ એક સપ્તાહ માં જ નોંધાયા છે. માટે બસ, ટ્રક કાર મોટર સાયકલ સહિત તમામ વાહનો નું પોલીસ ચેકીંગ કર્યા બાદ જ આગળ જવા દેવામાં આવે છે.

(11:18 PM IST)