News of Thursday, 13th March 2025
હરસિધ્ધિમાતાથી લાછરસ જતા રસ્તા પર દબાણ કરીને દરગાહ ઊભી કરતા VHP, બજરંગ દળ નું આવેદન

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે આજરોજ નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદન આપી ખોટી રીતે દરગાહ ઊભી કરી હોય તેનું બાંધકામ દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.
આવેદન માં જણાવ્યા મુજબ હરસિધ્ધિમાતા મંદિરથી લાછરસ તરફ જતા રસ્તા પર ગૌચર જમીન આવેલ છે. તેમાં ગેરકાયદેસર રીતે અને પરવાનગી લીધા વગર મુસ્લિમ સમાજ દ્વારા દરગાહ બાંધવામાં આવેલ છે. આજુબાજુમાં હિન્દુ સમાજની જમીન આવેલ છે જેથી કરીને મુસ્લિમ સમાજ સાથે ઘર્ષણ ન થાય માટે બાંધકામ દૂર થાય તે માટે આપને નમ્ર વિનંતી છે.આવેદન માં વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ, મંત્રી ગૌતમભાઈ પટેલ, બજરંગ દળ જિલ્લા સંયોજક પુષ્પરાજસિંહ ચૌહાણ સહિતના જવાબદારો એ ઉપસ્થિત રહી રજૂઆત કરી હતી
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
