<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

બીરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના સ્કૂલ ઓફ કોમર્સ ના અધ્યાપક Ph.D થયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના સ્કૂલ ઓફ કોમર્સના અધ્યાપક રાજેશ ઝાલાએ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, ગોધરા માંથી " A study of Financial Health in Indian Automobile industry " વિષય ઉપર પોતાનો મહાનિબંધ રજૂ કર્યો અને તેમને ડોકટરની ડીગ્રી મળી તેમના ગાઇડ તરીકે બોડેલી કોલેજના પ્રિન્સિપાલ ડો.હસમુખ કોરાટ એ માર્ગદર્શન પૂરું પાડેલ આ સિદ્ધિ બદલ તેમને શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ તેમજ બીરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ના કુલપતિ ડો.મધુકર પાડવી અને સ્કૂલ ઓફ કોમર્સ ના પ્રિન્સિપાલ ડો.મહેશ બારડ તેમજ યુનિવર્સિટી ના કુલસચિવ ડો.વિજયસિંહ વાળા પરીક્ષા નિયામક ડો.રજીનીકાંત પંડ્યા અને બીરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના તમામ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ એ રાજેશ ઝાલા ને અભિનંદન આપ્યા હતાં.


 

(11:30 PM IST)