News of Friday, 14th March 2025
ઉમિયા માતા મંદિર પાસે કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસમાતઃ કારમાં સવાર વડોદરાનાં દંપતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત
કાર ચાલક નશામાં ચૂર હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતોઃ ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે

ગાંધીનગરઃ ગાંધીનગર દહેગામ રોડ પર કાર ચાલકે વાહનોને અડફેટે લેતા કારમાં સવાર વડોદરાનાં દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ગાંધીનગરનાં દહેગામમાં કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા હતા. ઉમિયા માતા મંદિર પાસે કારે એસટી બસને ટક્કર મારી હતી. કારમાં સવાર વડોદરાનાં દંપતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એસટી બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારે કાર ચાલક નશામાં ચૂર હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
