<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ સરકારી ગોડાઉનમાં લાગી આગ

ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ

વડોદરા : ધૂળેટી પર્વના દિવસે કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ સરકારી ગોડાઉનમાં આગ લાગી હતી. સિવિલ કોર્ટ પાસેના ગાર્ડનની સામે આવેલ એક સરકારી ગોડાઉનમાં આગ લાગી હતી 

  કરજણ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો  કરજણ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવતા ગોડાઉનમાં ભારે નુકસાન થતું અટકાવ્યું. સદનસીબે આગના બનાવ માં કોઈ જાનહાનિ થયેલ નથી

(6:39 PM IST)