<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

વડોદરાના પાદરામાં કેનાલમાંથી 19 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો: પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી

ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ હતી : . દૂર એક ખેતરમાંથી તેના બે બૂટ મળ્યા :યુવતીના શરીર પર ઇજાના નિશાન હોવાનો પણ દાવો

વડોદરાના પાદરામાં કેનાલમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. 19 વર્ષીય યુવતી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ હતી. આજે કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે પોલીસ પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જોકે બીજી તરફ મૃતક યુવતીના પરિવાર દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. યુવતીના શરીર પર ઇજાના નિશાન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, 19 વર્ષીય યુવતી 11 તારીખે પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી હતી ત્યારથી ગુમ થઇ ગઇ હતી. યુવતીના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છેકે, આગળથી તેનો મૃતદેહ તરતો તરતો આવ્યો હતો. દૂર એક ખેતરમાંથી તેના બે બૂટ મળી આવ્યા છે. છૂટી છવાઇ હલાતમાં તેનો મોબાઈલ મળી આવ્યો છે. જોકે તેની કોલેજ બેગ મિસિંગ છે. જેથી અમને લાગી રહ્યું છેકે, તેની સાથે કોઇ અનિચ્છનીય ઘટના બની છે.

તેમણે વધુમાં જણાવ્યું છેકે, તેના ચહેરા પર અને હાથ પર ઘાના નિશાન છે. તેના બેન્ક એકાઉન્ટ પણ ચેક કરવામાં આવે જેથી તેમાંથી કઇ પૈસા વિડ્રો કરવામાં આવ્યા છે કે નહીં તે જાણી શકાય. આ બનાવમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માગ પર પરિવાર દ્વારા કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(7:37 PM IST)