<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

ધુળેટી પર્વે ભરૂચમાં અલગ અલગ ચાર સ્થળોએ નદી-નાળામાં નાહવા પડેલા છ લોકો ડૂબી ગયા

કડોદ, મકતમપુર, રહાડપોર અને જંબુસરમાં સર્ચ ઓપરેશનો શરૂ કરાયા

અમદાવાદ : રાજયમાં હોળી ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, રંગોના પર્વ ધુળેટીએ અબાલ વૃદ્ધ સૌકોઇએ રંગોથી ધુળેટી માનવી હતી, આ દરમિયાન ધુળેટી પર્વે ભરૂચ જિલ્લામાં અલગ અલગ ચાર સ્થળોએ નાહવા પડેલા છ લોકો જળાશયોમાં લાપતા બન્યા છે. 

 ભરૂચ તાલુકાના કડોદ, મકતમપુર, રહાડપોર અને જંબુસરમાં સર્ચ ઓપરેશનો શરૂ કરાયા છે. ભરૂચ ફાયર બ્રિગેડ સહિત ટુકડીઓ ઘટના સ્થળે પહોંચીને જળાશયમાં ડૂબેલાની શોધખોળ હાથ ધરી છે. ધુળેટી પર્વની ઉજવણી બાદ નદી-નાળામાં નાહવા પડ્યા હતા.

(8:43 PM IST)