News of Friday, 14th March 2025
નડિયાદમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત: બાઇકસવારનું મોત : કાર ચાલાક ભાગી ગયો
મરણજનાર યુવક યુવરાજ દિલીપ રાજપુતના છ મહીના પહેલા જ તેના લગ્ન થયા હતા

નડિયાદના vkv રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારનું મોત થયું છે. ઘટના બન્યા બાદ બ્લેક કાચ વાળી ફોર્ચ્યુનર કાર નંબર GJ 27 ED 0056નો ચાલક કાર લઈને ફરાર થયો હોવાનું સ્થાનિકોનુ કહેવું છે. ઘટના સ્થળે મરણજનાર યુવકનું નામ યુવરાજ દિલીપ રાજપુત હોવાનુ અને છ મહીના પહેલા જ તેના લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે.
નડિયાદ શહેર પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઇ પીએમ માટે હોસ્પિટલમાં મોકલી, ફરાર થઈ ગયેલા કાર ચાલક અંગે વધુ તપાસ હાથ ધરી છે
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
