<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

અંકલેશ્વર વિસ્તારમાં ભીષણ આગ :ભંગારના 5 ગોડાઉન બળીને ખાખ :કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દેખાયા: જુઓ વિડિઓ

ભરૂચમાં શુક્રવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી: અંકલેશ્વર વિસ્તારમાં ભંગારના ગોદામમાં આગ લાગી:આગ પર કાબૂ મેળવવા માટે 10થી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર

ભરૂચમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા. અંકલેશ્વર વિસ્તારમાં ભંગારના ગોદામમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં તે એટલી વધી ગઈ હતી કે દૂરથી કાળા ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા

   ભીષણ આગને કારણે પાંચથી વધુ ભંગારના વેરહાઉસ બળીને રાખ થઈ ગયા હતા. તસવીરોમાં ઘટના સ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા અને મોટી જ્વાળાઓ દેખાઈ રહી છે. જો કે આગ પર કાબૂ મેળવવા માટે 10થી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે

(9:14 PM IST)