News of Saturday, 15th March 2025
ખાનગી એરલાઈન્સ દ્વારા ટિકીટમાં વડોદરાના એરપોર્ટને સર સયાજીરાવ એરપોર્ટ તરીકે દર્શાવતા ભારે હોબાળો
સાંસદ ડૉ. હેમાંગ જોષીએ કહ્યું- એરલાઇન્સના આ પ્રકારના કૃત્યને ગેરમાર્ગે દોરનારૂ

વડોદરાના એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડનું નામ આપવા માટે વર્ષોથી માંગ ઉઠી રહી છે. પરંતુ સત્તાવાર હજી સુધી આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આ વચ્ચે તાજેતરમાં ખાનગી એરલાઈન્સ દ્વારા ટિકીટમાં વડોદરાના એરપોર્ટને સર સયાજીરાવ એરપોર્ટ તરીકે દર્શાવતી ઘટના સોશિયલ મીડિયામાં સામે આવી છે.
એરલાઈન્સ કંપનીઓ લોકોનું ધ્યાન આકર્ષણ કરવા માટે સ્ટંટ બાજી કરતા હોય છે. અને કેટલીક વખત સ્ટંટ બાજી કરવા જતા ખોટી રીતે ચર્ચાનો વિષય પણ તેઓ બનતા હોય છે. ખાનગી એરલાઇન્સ કંપની દ્વારા દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટ માટે ગ્રાહકને ઈશ્યુ કરેલી ફ્લાઈટની ટિકિટમાં વડોદરા એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ આપ્યું હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યું છે. જો કે, વડોદરા એરપોર્ટને સત્તાવાર રીતે હજી સુધી સર સયાજીરાવ ગાયકવાડનું નામ આપવામાં આવ્યું નથી.
આ ઘટના સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ સાંસદ ડો. હેમાંગ જોષીએ જાણવ્યું હતું કે, ખાનગી એરલાઇન્સ કંપની દ્વારા મહારાજા સાહેબના નામ જોડે વડોદરા એરપોર્ટનું નામ દર્શાવ્યું છે. આ બાબતે અમને જાણ થઈ ત્યારે એરપોર્ટ સત્તાધીશો પાસેથી પણ અમે માહિતી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું કે, હાલ એવું કોઈ પણ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું નથી. વડોદરાના નાગરિક તરીકે અને ભાજપના કાર્યકર્તા તરીકે મહારાજા સાહેબનું નામ જે વડોદરા એરપોર્ટને મળે તો અમે હંમેશા ખુશ હોઈએ. પરંતુ એરપોર્ટનું નામકરણ કરવા માટે એક ચોક્કસ પ્રક્રિયા અનુસરવાની હોય છે. ખાનગી એરલાઇન્સ કંપનું આ પ્રકારનું કૃત્ય ગેરમાર્ગે દોરનારૂ છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
