<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

સુરતમાં 6 વર્ષની બાળકી માતા સાથે સૂતી હતી એ દરમિયાન અજાણ્યો ઇસમ બાળકીને ઉપાડીને લઈ ગયો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું

બાળકીને હાલ હોસ્પિટલમાં દાખલ કરાઈ , આ બનાવની જાણ થતા ક્રાઇમ બ્રાંચ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

સુરત તા.૧૫ :
સુરતમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બાળકી માતા સાથે સૂતી હતી એ દરમિયાન અજાણ્યો ઇસમ બાળકીને ઉપાડીને લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું હાલ સામે આવ્યું છે. હાલ બાળકી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે તો બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર નરાધમ ઈસમે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન 6 વર્ષની બાળકી તેની માતા સાથે નિંદ્રા માણી રહી હતી તે દરમિયાન બાળકીને અજાણ્યો ઇસમ ઉપાડીને લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને હાલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. તો બીજી તરફ આ બનાવની જાણ થતા ક્રાઇમ બ્રાંચ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, પોલીસ પાસે આજે હોસ્પિટલથી એક વર્દી મળી હતી ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ બનેલ છે એવું જણાય આવે છે. જેની અંદર 6 વર્ષની દીકરી એની મમ્મી પાસે સૂતી હતી ત્યારે કોઈ અજાણ્યો ઇસમ છોકરીને ઉપાડીને દુષ્કર્મ આચર્યું હોય એવી પ્રાથમિક માહિતી વર્દીના આધારે જાણવા મળેલ છે. દીકરીની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને પોલીસ આ બનાવ અનુસંધાને ગુનો નોંધીને તપાસ કરી રહી છે. હાલ ફરિયાદ લેવામાં આવી રહી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(4:33 PM IST)