News of Saturday, 15th March 2025
તા.૨૨ માર્ચે જાહેર રજાના દિવસે તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે
કામગીરી વધારે રહેતી હોઇ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી રજાના દિવસે રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવા નિર્ણય

ગાંધીનગર :રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઇ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.૨૨/૦૩/૨૦૨૫ના જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં (વૈકલ્પિક દિવસે કાર્યરત સિવાયની) દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. જેથી તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં (વૈકલ્પિક દિવસે કાર્યરત સિવાયની) નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
