News of Saturday, 15th March 2025
તારીખ 16 અને 17 મી માર્ચે હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી થશે
16 માર્ચે માતાજી રાજપીપળા શહેરમાં નગર યાત્રામાં ફરશે..ભક્તોને દર્શન આપશે:17 માર્ચે સવારે અન્નકૂટ દર્શન, નવકુંડી યજ્ઞ, મહાપ્રસાદી અને રાસગરબાનું ભવ્ય આયોજન:પ્રાગટ્ય દિવસ ને લઈ ટ્રાફિક સમસ્યા ના થાય માટે એક બે દિવસ કાર માઈકલ બ્રિજ એસટી બસો અને અન્ય ભારે વાહનો માટે ચાલુ રખાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાની કુળદેવી માં હરસિદ્ધિના મંદિરે ત્રીજો પ્રાગટ્ય દિવસની ઉજવણી આજથી પ્રારંભ થશે.16 અને 17 મી માર્ચ એમ બે દિવસ ચાલનારા માતાજીના પ્રાગટ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી થશે જેમાં મોટી સંખ્યામાં રાજપીપળા નગર સહિતના માઈ ભક્તો જોડાઈને દર્શન કરશે. હરસિદ્ધિમાંતા મંદિર ટ્રસ્ટ, હિન્દુદેવસ્થાન કમિટી અને યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 16 માર્ચે માતાજી રાજપીપળા શહેરમાં નગર યાત્રા માં ફરશે ભક્તોને દર્શન આપશે. 17 માર્ચે સવારે અન્નકૂટ દર્શન, નવકુંડી યજ્ઞ, મહાપ્રસાદી અને રાસગરબા નું ભવ્ય આયોજન કરવા આવ્યું છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ ભક્તો ભાગ લે એવી સૌને આયોજકો દ્વારા અપીલ કરી છે.
મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્ય ભાસ્કર સોનીએ જણાવ્યું હતું કે હરસિદ્ધિ માતાજીનો પ્રાગટ્ય કોયલા ડુંગર ખાતે ફાગણ વદ ત્રીજના દિવસે થયો હતો. જ્યાંથી ઉજ્જૈન ગયા અને રાજપીપળા ના મહારાજા વેરીસલાજી મહારાજ 450 વર્ષ પહેલા માતાજી ને ઉજ્જૈન થી રાજપીપળા લાવ્યા, એ સમય અલગ છે.જ્યારે આ પ્રાગટ્ય મહોત્સવ માતાજી જ્યારે પ્રગટ થયા હતા તે દિવસની ઉજવણી નાં ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષથી ઉજવણી કરીએ છે. ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.અને સહયોગ પણ આપે છે. રાજપીપળા શહેર જ નહીં આજુબાજુના ગામો જિલ્લાઓ અને શહેરો ના માઈ ભક્તો ને આં પ્રાગટ્ય દિવસે માતાજીના મંદિરે ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ છે.
16 માર્ચે બપોરે 3.30 કલાકે માતાજી નગર યાત્રા એ નીકળશે, ઠેર ઠેર માતાજીનું ભવ્ય સ્વાગત થશે, ભક્તો દર્શનનો લાભ લેશે હરસિદ્ધિ મંદિર થી સંતોષ ચાર રસ્તે થી વળી સફેદ ટાવર સ્ટેશન રોડ થઇ આંબેડકર ચોક થઇ હરસિદ્ધિ માતાજી મંદિરે પહોંચશે.બીજે દિવસે સવાર થી અન્નકૂટ ના દર્શન થશે જે 5 30 કલાક સુધી રહેશે. 8 કલાકે નવચંડી યજ્ઞ થશે સાંજે 5.30 કલાકે શ્રીફળ હોમાશે, રસ ગરબા અને મહા પ્રસાદી નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને અનુલક્ષી ને નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે હાલમાં કાર માઈકલ બ્રિજનું કામ ચાલુ છે, નાના વાહનો માટે બ્રિજ ચાલુ છે પરંતુ માતાજીના પ્રાગટ્ય મહોત્સવને કારણે ટ્રાફિક સમસ્યા ના સર્જાય એ માટે અમે આ બે દિવસ કાર માઈકલ બ્રિજ એસટી બસો અને અન્ય ભારે વાહનો મોટે ખુલ્લો મૂક્યો છે
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
