<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

કવિઠા ગામના યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યાનો સાંસદ મનસુખભાઈ વસાવાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા ) નર્મદા :ભરૂચ તાલુકાના કવિઠા ગામે એક આદિવાસી ભાઈ કિર્તન અમૃતલાલ વસાવાએ ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ સ્ટેશનના ત્રાસથી  આત્મહત્યા કરી હોવાનું સાંસદ મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું.

  સાંસદે વધુ માં એમ પણ જણાવ્યું છે કે આ સંદર્ભે કેટલાક લોકો પોલીસને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે, પરંતુ આ વિષયમાં આદિવાસી સમાજ અને પરિવારની માંગણી છે કે કાયદેસરની કાર્યવાહી થાય જેમાં હું પણ સમાજની સાથે છું. ખોટી રીતે પરિવારને હેરાન કરનાર અને એક સામાન્ય આદિવાસી પરિવારના ઘરના મોભીને મરવા માટે મજબૂર કરનાર જે કોઈ પણ હશે એમની ન્યાયીક તપાસ થાય અને મૃત્યુ પામનાર કિર્તનભાઈ તથા તેમના પરિવારને ન્યાય અપાવવા માટે હું મારા પૂર્ણ પ્રયત્નો કરીશ તેમ મનસુખભાઈ  વસાવા એ પોસ્ટમાં જણાવ્યું હતું.


 

(10:57 PM IST)