<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

સાગબારા પોલીસે એકલા રહેતા વૃધ્ધો સાથે હોળી મનાવી માનવતા મહેકાવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા તથા વિરલ ચંદન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવીઝન રાજપીપલા નાઓ એ હોળી- ધુળીટી પુર્વ સુચના આપી હતી કે, હોળી ધુળેટીના પર્વ દરમ્યાન પોલીસ સ્ટેશન વિસ્તારમા એકલા રહેતા વૃધ્ધોને તહેવારમા મળી તેમને મીઠાઇ આપી તેમને સુરક્ષા અને સોહાર્દ આપવાનુ જણાવવામા આવેલ જે અનુસંધાને સી.ડી.પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો સાથે સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમા એકલા રહેતા વૃધ્ધોના ઘરે જઇ હોળી ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી, મીઠાઇ આપી એકલા રહેતા વૃધ્ધો સાથે તહેવાર મનાવી સાગબારા પોલીસે તેમના તહેવારને યાદગાર બનાવી માનવતાનુ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

(11:02 PM IST)