<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

વડોદરામાં થયેલ કાર અકસ્‍માત મામલે જહાનવી કપુર લો સ્‍ટુડન્‍ટ પર ગુસ્‍સે

20 વર્ષીય લો સ્‍ટુડન્‍ટ યુવકે દારૂ પીધેલી હાલતમાં પુર ઝડપે કાર ચલાવીને પાંચ લોકોને ટક્કર મારી હતી જેમાંથી એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

વડોદરાઃ વડોદરામાં 20 વર્ષીય યુવકે દારૂ પીધેલી હાલતમાં પુર ઝડપે કાર ચલાવીને પાંચ લોકોને ટક્કર મારી હતી જેમાંથી એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને અભિનેત્રી જાહ્નવી કપૂરે પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ગુજરાતના વડોદરાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં 20 વર્ષનો યુવક રક્ષિત ચૌરસિયા એક રાતે ઓવર સ્પીડમાં કાર ચલાવતા 5 લોકોને ટક્કર મારી હતી અને ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમની સારવાર ચાલુ છે. સ્થળ પર હાજર લોકોએ રક્ષિતને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો. હવે આ મામલે બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે. જાહ્નવીએ આ છોકરા સામે રોષ વ્યક્ત કર્યો છે.
આ ઘટનાની માહિતી એ મુજબ છે કે દારૂના નશામાં આરોપી રક્ષિત 120 કિમી/કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. આ કાર તેના મિત્રની હતી. અને વધુ પડતી ઝડપના કારણે તેની કારથી 5 લોકોને ટક્કર વાગી હતી. ત્યારબાદ પણ તેના મિત્રો અટકવાને બદલે ફરી રાઉન્ડ મારવાનું કહેતા આસપાસ ઉભેલા લોકોને ખ્યાલ આવ્યો કે રક્ષિતના લીધે એક મહિનાનું અકસ્માત થયું હોવાની તેને જાણ જ નથી.

(11:02 AM IST)