News of Sunday, 16th March 2025
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાભી સાથે ધુળેટી રમવા જતા દિયરે જીવ ગુમાવ્યો
ભાભી રૂમનો દરવાજો બંધ કરીને સંતાઈ ગયા હોય બારી મારફતે દરવાજો ખોલવા જતા કાંડાના ભાગે કાંચ વાગી ગયો હતો. સારવાર દરમિયાન 32 વર્ષીય દિયરનું મોત થયું હતું.

વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાભી સાથે ધુળેટી રમવા જતા દિયરે જીવ ગુમાવ્યો હોવાના બનાવ સામે આવ્યો છે. ભાભી રૂમનો દરવાજો બંધ કરીને સંતાઈ ગયા હોય બારી મારફતે દરવાજો ખોલવા જતા કાંડાના ભાગે કાંચ વાગી ગયો હતો. સારવાર દરમિયાન 32 વર્ષીય દિયરનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા સ્ટેશન નજીક આવેલ હનુમાન ચાલીમાં રહેતા 32 વર્ષીય મયુરભાઈ રતનસિંહ પરમાર તારીખ 14 મીના રોજ ધુળેટીનો તહેવાર હોય અને તેઓની ભાભી સીમાબેન તથા રોશની બહેનને કલર લગાવવા માટે ગયો હતો. તેની બંને ભાભીઓ ઘરના રૂમના અંદર ભાગીને જતા રહ્યા અને રૂમનો દરવાજો બંધ કરી દીધેલ હોય મયુરભાઈએ રૂમનો દરવાજો ખોલવા માટે રૂમની બારીને જમણા હાથનો પંજો મારતા બારીનો કાચ તૂટીને મયુર ભાઈને જમણા હાથના કાંડા ઉપર વાગી ગયો હતો. જેથી તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન મયુર પરમારનું મોત થયું હતું. બનાવ અંગે સાવલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
