<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

ઘણા લાં...બા સમયથી ચાલી રહેલ રાજકોટ અમદાવાદ હાઈવેના કામ બાબતે ધારાસભ્યો મેદાને

જિલ્લા સંકલન બેઠકમાં મુદ્દો ગાજ્યો : ભાજપના ધારાસભ્યોએ જિલ્લા કલેકટર ને ફરિયાદ કરી

ગાંધીનગર: રાજકોટ અમદાવાદ હાઈવેનો મુદ્દો ફરી એકવાર જિલ્લા સંકલન બેઠકમાં ગાજ્યો છે. ખૂદ ભાજપના ધારાસભ્યોએ જિલ્લા કલેકટર ને ફરિયાદ કરી છે.  સંકલન બેઠકમાં અગાઉ રાજકોટના ધારાસભ્યો અને સાંસદે હાઈવેના કામને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે.  રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે. જમીન સંપાદન, બીજા કોન્ટ્રાક્ટરને કામ સહિત અલગ અલગ કારણોને લીધે રાજકોટથી ચોટીલા સુધી અનેક બ્રિજનું કામ અટકી ગયું છે. આ પહેલા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે રાજકોટ-અમદાવાદ હાઈવેને લઈને ફરિયાદ સંકલનમાં ઉઠાવી હતી. ધારાસભ્યોએ સાથે મળી રાજકોટથી નીકળતા અને રાજકોટને જોડતા અન્ય હાઇવેના પણ પ્રશ્નો રજૂ કર્યા હતા.

(12:13 PM IST)