<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

સાબરકાંઠાનાં હિંમનગર નેશનલ હાઈવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત: 70 વર્ષીય વૃદ્ધાનું મોત

વલસાડનાં ધમરપુરમાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે ઈકો કાર પલટી મારી

હિમંતનગર: સાબરકાંઠાનાં હિંમનગર નેશનલ હાઈવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને અડફેટે લીધો હતો.કારનાં શો રૂમ આગળ પુર ઝડપે આવતી કારે રાહદારીને ટક્કર મારી હતી. ટક્કર વાગતા 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.

 

વલસાડનાં ધમરપુરમાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે ઈકો કાર પલટી મારી ગઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કાર ચાલક ટર્ન લઈ રહ્યો હતો અને ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા હતા.આ અકસ્માતમાં કારની અંદર બેઠેલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ત્યારે તમામ લોકોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી.

કાર પલ્ટી મારી જતા આસપાસનાં લોકો તાત્કાલીક દોડી આવી કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. કાર પલ્ટી મારી જતા રોડ પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કારને હટાવી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કાર પલ્ટી મારી જતા આસપાસનાં લોકો તાત્કાલીક દોડી આવી કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. કાર પલ્ટી મારી જતા રોડ પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કારને હટાવી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(1:37 PM IST)