<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં યુવતીની હત્યા : તંદુર હોટલમાંથી નસરીન બાનુ નામની યુવતીનો મૃતદેહ મળ્યો

22 વર્ષીય યુવતી સાથે હોટલમાં એક યુવક રૂમ નંબર 108માં રોકાયા હતા : ગળે ફાંસો આપીને હત્યા કરી હોવાનુ સામે આવ્યું

અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં એક હોટલમાં મહિલાની હત્યા થઈ હોવાની માહિતી મળી રહી છે.

અમદાવાદ શહેરની એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મામલાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. 22 વર્ષીય યુવતી સાથે હોટલમાં એક યુવક પણ હતો. મહિલાને ગળે ફાંસો આપીને હત્યા કરી હોવાનુ સામે આવ્યું છે. પોલીસ દ્વારા હત્યા પાછળ કારણ જાણવા તપાસ તેજ કરવામાં આવી છે તેમજ હત્યારાને શોધવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

22 વર્ષીય નસરીન બાનુ નામની યુવતીનો મૃતદેહ હોટલના રૂમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ હત્યાનું કારણ અકબંધ છે, પરંતુ પોલીસને યુવતી સાથે હોટલમાં આવેલા એક યુવક પર શંકા છે, જે જમવાનું બહાનું કરીને ફરાર થઈ ગયો હતો.

  મળતી માહિતી પ્રમાણે, યુવક અને યુવતી હોટલમાં આવ્યા હતા અને રૂમ નંબર 108માં તેઓ રોકાયા હતા. યુવક જમવાનું કહીને હોટલની બહાર ગયો હતો. બાદમાં યુવક કલાકો સુધી પરત ફર્યો ન હતો. હોટલ સ્ટાફે રૂમમાં જઈને જોયું તો રૂમનો દરવાજો ખુલ્લો હતો અને યુવતી મૃત હાલતમાં બેડ નીચે પડી હતી. તેમણે તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં કોલ કરીને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ માટેની કાર્યવાહી શરુ કરી છે.

નસરીન બાનુ બપોરે 12.25 વાગ્યે એક યુવક સાથે હોટલ તંદુરમાં આવી હતી અને તેમણે રૂમ નંબર 108 બુક કરાવ્યો હતો. થોડા સમય બાદ યુવકે હોટલ સ્ટાફને કહ્યું કે તે જમવાનું લેવા બહાર જઈ રહ્યો છે. જો કે, કલાકો સુધી તે યુવક પરત ન ફરતા હોટલ સ્ટાફને શંકા ગઈ હતી. સાંજના સમયે સ્ટાફે રૂમની તપાસ કરતા દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને અંદર બેડ નીચે નસરીન બાનુનો મૃતદેહ પડેલો હતો.

(11:15 PM IST)