હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

રાજકોટ, તા. ૧૭: ૧૦૦ કલાકમાં પ્રજાને પીડતા તત્વોની યાદી બનાવવા રાજ્યભરની પોલીસને આપેલ આદેશમાં સુરત પોલીસ બે ડગલાં આગળ ચાલી રહી છે. પોતાની જાતને પત્રકાર તરીકે ઓળખાવવા સાથે RTI એકવિટીસ્ટ તરીકે ઓળખાવી ખંડણી ઉઘરાવી રહ્યાની ફરિયાદો ગાંધીનગર સુધી પોહચતા અને સંકલન મિટિંગમાં પણ આ બાબતે ચર્ચા થવાને પગલે આવા અનિધિકળત ૪૯ વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી ગુન્હાઓ દાખલ થયાનું અકિલા સાથેની વાતચીતમાં સુરત sog ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા જણાવાયું છે.
અકિલા સાથેની વાતચીતમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા કેટલાક અનઅધિકળત લોકો દ્વારા વિવિધ સરકારી અધિકારીઓ, બિલ્ડરો વ્યપારીઓને ધમકી આપી ખંડણી વસૂલતી હોવાની વ્યાપક ફરિયાદ ગ્રહમંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ થતાં આવા લોકો સામે કાર્યવાહી કરવા સૂચના અપાયેલ. કોઈ કાચું ન કપાય અને વ્યવસ્થિત તપાસ કરી આવા તત્વો વિરૂદ્ધ સખ્ત પગલાં લેવા અનુભવી એવા ડીસીપી રાજદીપસિહ નકુમને આખો મામલો સુપ્રત કરતા તેમની ટીમના પીઆઇ અશોક ચોધરી,પીઆઇ અતુલ સોનાંરા, પીઆઇ તુષાર પંડીયા સહિત સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારણો અંગે ચકાસણી શરૂ કરી કાર્યવાહી કરવામાં આવેલ. ગણ્યા ગાંઠયા લોકોને કારણે સંનિષ્ઠ પત્રકારો અને આરટીઆઇ એકટીવીસ્ટ બદનામ ન થાય તે પ્રકારનો પોલીસ કમિશનરનો અભિગમ હોવાથી આખું અભિયાન વ્યવસ્થિત રીતે હાથ ધરાયું હતું.
પોલીસ કમિ‘ર અનુપમસિંહ ગેહલોતનાં માર્ગદર્શન હેઠળ અમારી ટીમ દ્વારા આખું અભિયાન જે રીતે સફળ થયું તેનાથી પ્રજા સાથે ગૃહ મંત્રી પણ ખુશખુશાલ બની તમામને અભિનંદન આપ્યા છે, તેમ સુકાની રાજદીપસિંહ નકુમે જણાવેલ છે.
પ્રજાને પીડતા વિવિધ શ્રેણીના અપરાધીઓ વિરૂદ્ધ સીપીની સૂચના મુજબ એમે સીધે સીધા પગલાંઓ લેવા શરૂ કર્યા છે. ચોક્કસ વિસ્તારમાંથી લોકો સામેથી હથીયાર જમાં કરાવવા મુદત આપ્યા પછી સૂરતમાં પોલિસે ગેરકાયદે હથિયાર પકડવા શરૂ કરેલ ઝુંબેશને વધુ એક સફળતા મળી છે. વિવિધ રાજ્યોમાંથી હથિયાર ચોરી છૂપીથી લાવતા વધુ એક જે શખ્સ પકડાયો છે. હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને અનિરૂધ્ધસિંહની બાતમી આધારે ભેસ્તાન વિસ્તારમાંથી ઇમરાન ઉર્ફ પાવલી નામના કુ વિખ્યાત આરોપીને પીઆઇ અશોક ચોધરીનાં નેતળત્વમાં ઝડપી લીધો છે. ઇમરાન નામના શખ્સ પાસેથી ૨૫ હજારમાં આ ગેર કાયદે હથિયાર લાવ્યાની કબૂલાત સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન નીચે ચોક્કસ વિસ્તાર લોકેટ કરી ઝુંબેશ શરૂ કરી છે, તેમ ડીસીપી રાજદીપસિહ નકુમે વિશેષમાં જણાવેલ.(૬.પ)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM